વ્યક્તિ જો શારીરિક સ્વસ્થતા જાળવી રાખે, એના જેવું ઉત્તમ સુખ બીજું હોઈ ન શકે પરંતુ આજના ફાસ્ટફુડ જમાનામાં વ્યક્તિની સ્વાદની લાલસામાં તંદુરસ્તી સાચવવા વિઘ્નરૂપ બની રહે છે. આથી આ તંદુરસ્તી જાળવવા, આટલું જરૂરથી કરો. જેટલી ભૂખ હોય તેના કરતા અડધું ખાવ-મોટે ભાગે ફાસ્ટફુડ, મસાલાયુકત, પનીર સબજી આરોગવાથી દૂર કરો. કોલ્ડડ્રીંકસ, વધુ પડતી સ્વીટ કે આઈસ્ક્રીમ લીમીટમાં લો. દરરોજ પાણી પીવાનું બે ગણું રાખો. પાણી પીવાથી ખોરાકની પાચનશક્તિને વેગ મળતો રહે અને ડી-હાઈડ્રેશન જેવી બિમારીથી દૂર રહી શકાય છે.
દરરોજ કસરત ત્રણ ગણી કરો. સવાર-કસરત-યોગા, વ્યક્તિના સ્વાસ્થ્યને જાળવવા અત્યંત મદદરૂપ રહે છે. પ્રાર્થના 4 ગણી કરો: સવારે ઊઠતાં નાનો શ્લોક, જમતાં પહેલાં નાની પ્રાર્થના: સાંજે પણ શ્લોક-સ્તુતિ અને રાત્રિ ભોજન પછી એક ભજન પ્રાર્થના. આ અભિગમથી પ્રભુ સાથે તો જોડાશો જ પણ કુટુંબમાં સંસ્કારનું સિંચન પણ થશે. હાસ્ય વાચન-જોકસ, ટી.વી. સિરીયલ, હાસ્ય સંમેલનમાં જવાનું રાખો. દિનચર્યા દરમ્યાન પાંચ વખત હસવાનો અવસર શોધો. બસ અપનાવો અને તંદુરસ્ત લાંબું જીવન જીવો.
સુરત – દીપક દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.