National

બાબા સિદ્દીકીના પુત્ર જીશાન કોંગ્રેસ છોડી NCP-અજિત જૂથમાં જોડાયાઃ બાંદ્રા પૂર્વથી ચૂંટણી લડશે

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અશાંતિનો દોર જારી રહ્યો છે. બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન 25 ઓક્ટોબરે કોંગ્રેસ છોડીને NCP (અજિત જૂથ)માં જોડાયા હતા. જીશાને શુક્રવારે સવારે એનસીપી-અજિત જૂથના કાર્યાલયમાં પાર્ટીનું ઔપચારિક સભ્યપદ લીધું. આ પછી NCP-અજિત જૂથે મહારાષ્ટ્ર વિધાનસભા 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. પાર્ટીએ જીશાનને બાંદ્રા ઈસ્ટથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જીશાન 2019માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા.

NCPમાં જોડાયા બાદ ઝીશાને કહ્યું, ‘મારા અને મારા પરિવાર માટે આ ભાવનાત્મક ક્ષણ છે. હું બાંદ્રા ઈસ્ટથી નોમિનેશન ફાઈલ કરીશ. મને વિશ્વાસ છે કે મને લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળશે. હું બાંદ્રા પૂર્વથી ફરી જીતીશ. તેમણે કોંગ્રેસ અને ઉદ્દવ ઠાકરે વિરૂદ્ધ કહ્યું કે છેતરવું એ શિવસેના (ઉદ્ધવ જૂથ) અને કોંગ્રેસનો સ્વભાવ છે.

ઝીશાને કહ્યું- ઘણા MVA નેતાઓ સંપર્કમાં હતા, પરંતુ ઈરાદો છેતરવાનો હતો
NCPમાં જોડાયા બાદ ઝીશાન સિદ્દીકીએ કહ્યું, ‘મહા વિકાસ અઘાડી (MVA) એ તેના ઉમેદવારો જાહેર કર્યા અને કોંગ્રેસની સીટ શિવસેના (UBT)ને આપી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને મહા વિકાસ આઘાડીના નેતાઓ મારા સંપર્કમાં હતા પરંતુ તેમનો ઈરાદો છેતરવાનો હતો. તે મુશ્કેલ સમયમાં અજિત પવાર અને એનસીપીએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારા પિતાનું અધૂરું સપનું હતું કે આપણે આ સીટ (બાંદ્રા પૂર્વ) ફરીથી જીતવી છે અને લોકોના અધિકાર માટે લડવું છે. આ માટે લડતા લડતા તે માર્યા ગયા. તેમનું લોહી મારી નસોમાં વહે છે અને હું તેમની લડાઈ લડીશ.

દરમિયાન એનસીપીએ મહારાષ્ટ્ર ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે. તેમાં 7 નામ છે. જીશાન ઉપરાંત તાસગાંવથી સંજય કાકા પાટીલ, ઇસ્લામપુરથી નિશિકાંત ભોસલે, વડગાંવ શેરીથી સુનીલ ટિંગ્રે, શિરુરથી જ્ઞાનેશ્વર કટકે અને લોહાથી પ્રતાપ પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નવાબ મલિકની પુત્રી સના મલિક અનુશક્તિ નગરથી ચૂંટણી લડશે.

કોંગ્રેસે ગુરુવારે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કરાડ દક્ષિણથી પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રફુલ વિનોદરાવ ગુડ્ડેને નાગપુર દક્ષિણ પશ્ચિમથી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે ટિકિટ આપવામાં આવી છે. વિલાસરાવ દેશમુખના બે પુત્રોને પણ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે બાંદ્રા પૂર્વ બેઠક શિવસેના (UBT)ને આપી છે. જીશાન સિદ્દીકી આ બેઠક પરથી ધારાસભ્ય છે. આ કારણે નારાજ જીશાને પાર્ટી છોડી દીધી હતી.

Most Popular

To Top