શ્રદ્ધા કપૂર ‘પુષ્પા-2’માં એક ડાન્સનંબર માટે આવશે? એ ફિલ્મ આમ તો છઠ્ઠી ડિસેમ્બરે રજૂ થવાની નક્કી છે. પણ નિર્માતા એવું વિચારી રહ્યા છે કે શ્રદ્ધાને અત્યારે નવી સફળતા મળી છે તે તેનો લાભ લઇ લેવો. એ ફિલ્મમાં આમ તો અલ્લુ અર્જુન છે. રશ્મિકા મંદાના છે તો પણ નિર્માતાને વિશ્વાસ નથી એટલે શ્રદ્ધાને કદાચ એક ગીતમાં ડાન્સ કરાનેય ખરા. શ્રદ્ધા પોતે તેની આ સ્થિતિ તરફ સ્મિત કરતી હશે કારણ કે તેને તો લોકપ્રિય હીરોઇનની યાદીમાંથી લગભગ પડતી જ મુકી હતી. ‘સ્ત્રી-2’ પછી જાણે શ્રદ્ધ્ા-2 આપણી સામે આવી છે. હવે ફિલ્મસ્ટાર્સના ફોટા પાડવા દોડતા કેમેરામેને તેની ઘરની બહાર કે એરપોર્ટ પર રાહ જોતાં ઉભા રહે છે. પત્રકારો તેની લવ સ્ટોરી શોધવા ફરે છે. શ્રદ્ધા જો કે પહેલેથી જ શાંત મિજાજની છે તે કોઇનો આધાર લઇ આગળ વધવામાં માનતી નથી અને પિતા શકિત કપૂર પાસે પણ મદદ નથી માંગતી. પિતાથી તો એટલી અલગ રહે છે કે બંનેના સાથે ફોટા શોધવાય મુશ્કેલ પડે. પિતાની ઇમેજ વિલન અને કોમેડિયનની છે. અને શ્રદ્ધા એ ઇમેજનો કયારેય ઉપયોગ કરે એવી નથી. આ વર્ષે તેની બે ફિલ્મો સફળ ગઇ અને ‘સ્ત્રી-2’એ તો સફળતાનાં નવા રેકોર્ડ સ્થાપ્યા પણ શ્રદ્ધાએ પોતાના તરફથી તેનો પ્રચાર નથી કર્યો. તે ઘણી બધી ફિલ્મો મેળવવા પણ પ્રયત્ન નથી કરતી અને હકીકતે પણ તેની પાસે રણબીર કપૂર સાથેની એક જ ફિલ્મ છે. પોતાની કારકિર્દીને 14 વર્ષ થયા પણ તે ખોટા નુસખાઓ શીખી નથી. બાકી શ્રદ્ધા માત્ર 16 વર્ષની હતી ત્યારે સલમાન ખાને તેની ફિલ્મ ‘લકી’નો ટાઇમફોર લવ’માં કામ કરવા કહ્યું હતું પણ શ્રદ્ધાએ કહેલું કે મારે તો સાયકોલોજીસ્ટ બનવું છે એટલે સોરી કામ નહી કરી શકીશ. સલમાન ઓફર કરે તો પણ ના પાડે એવી તો શ્રદ્ધા જ હોય શકે. શ્રદ્ધા પોતાને ગાયિકા તરીકે પ્રશિક્ષીત કરી રહી હતી. પણ અમિતાભ બચ્ચન સામેની ‘તીન પત્તી’માં આવી પણ તેની કારકિર્દી આગળ ચાલી છે તેમ ચાલી છે. એટલે જ શ્રદ્ધા હવે કઇ ફિલ્મોનો સ્વીકાર કરશે તેની પ્રતિક્ષા થઇ રહી છે. એ પોતાની ટેલેન્ટ જયાં સારા પાત્રમાં રૂપાંતરિત થઇ શકે તેમાં કામ કરે છે. કોઇ પણ ફિલ્મ લેવી અને પછી નસીબનાં બહાના કાઢવા તેવું તેને નથી આવડતું. શ્રદ્ધા કપૂરમાં એ કારણે જ શ્રદ્ધા છે હવે જુઓ આ સ્ત્રી શું કરે છે! •
સફળતા… પણ પોતાની ‘શ્રધ્ધા’થી જ
By
Posted on