Charchapatra

‘ધ વેજીટેરીયન’ને મળતું નોબેલ પારિતોષિક

તાજેતરમાં સાહિત્યનું 2024નું નોબેલ પારિતોષિક 2007માં લખાયેલી ને 2024માં જેને ન્યુયોર્ક ટાઈમ્સે 21મી સદીના શ્રેષ્ઠ 100 પુસ્તકમાં કર્યો છે એવાં શ્રીમતી હા ન કાંગની નવલકથા ‘ધ વેજિટેરીયન’ ને ફાળે ગયો છે તે આનંદ અને અભિનંદનની વાત છે. એમની સરળતા જુઓ. સ્વીડીસ એકેડેમીના સ્થાયી સચિવશ્રી મેટસ ચાર્લ્સે ફોન કરીને સન્માનની વાત કરી ત્યારે તેઓ દીકરાની સાથે ભોજન લઇ રહ્યા હતા. તેઓ આનંદથી ઉછળી પડતા નથી. જમતા દીકરો કેવા કેવા નખરા કરે છે તે વાત કરે છે.આધુનિક ઇતિહાસના દર્દનાક ઘાને મહાન સાહિત્યમાં પરિવર્તિત કરી તે મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ છે.

જૂન 2016માં ‘ધ વેજીટેરીયન ને બુકર પ્રાઈઝ સન્માન મળ્યું છે. આ નવલકથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેની નાયિકા યે યોગ છે. ભોજન માટેના માનદંડોનું પાલન કરવાનો સ્વજન ઇન્કાર કરે છે. માંસ ન ખાવાના નિર્ણય થકી પિતા અને પતિ તેણીનો અસ્વીકાર કરે છે. કોઇ સ્ત્રીને શાકાહારી બનવા લડવું પડે છે તે દુ:ખદ છે. શા માટે માણસો છોડ-શાકભાજી ઊગતાં હોવા છતાં ‘માંસાહાર કરે છે. તે સવાલ કરે છે એક સ્ત્રીની શાકાહારી બનવાની દર્દસભર વાતો વણાઇ છે. ત્યાં નવલકથામાં આલેખાયેલું દર્દ આપણે સૌએ સમજવું રહ્યું.
સુરત     – રમીલા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ તે કેવું સુશાસન?
૨૩ વર્ષોથી એકહથ્થુ શાસન કરનારાઓ ને પુછો કે આ કેવું સુશાસન છે. દર વર્ષે ચોમાસામાં રસ્તા પર નદીઓ વહે,આખી ગાડીઓ રોડમાં અંદર સમાધિ લઈ લે એવા ભૂવા પડે તો પણ સુશાસન.દર વર્ષે તેહવાર માં નકલી ઘી, નકલી માવો,નકલી મીઠાઈ,નકલી દુધ આ બધું તો નકલી હતું હવે તો નકલી પોલીસ,નકલી અધિકારી, નકલી કોર્ટ,નકલી સરકારી કચેરી,નકલી ટોલ નાકા બધું જ નકલી પકડાય તો પણ સુશાસન. દરરોજ અસલી ડ્રગ્સ પકડાય તો પણ સુશાસન.યુવાનોને કાયમી નોકરી ની કાયમી લોલીપોપ મળે તો પણ સુશાસન.પ્રજા મોંઘવારી, બેરોજગારી થી પિડાય તો પણ સુશાસન.

ભ્રષ્ટાચાર ના ભોગે પ્રજા ના પ્રાણ જાય,તક્ષશીલા, હરણી તળાવ, રાજકોટ ગેમ ઝોન,મોરબી પૂલ માં પ્રજા મરે, બાળકો મરે એક પણ કોઈ નેતા મગ નું નામ મરી ન પાડે તો પણ સુશાસન. ગાંધી ને ગાળો અને ગોડસે ના મંદિર,દારૂ ,જુગાર, ડ્રગ્સ ની રેલમછેલ તો પણ સુશાસન. ગુનાઓનું વધતું પ્રમાણ તો પણ સુશાસન.છે ને ગજબનું સુશાસન.છે ને વિશ્વ ગુરુ ની વિશ્વ ની સૌથી સંવેદનશીલ સરકાર.જય હો.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top