નસવાડી તાલુકાના નન્નુપુરા ગામ પાસે નર્મદાની બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા રસ્તન9 એક ભાગ ધોવાયો છે. જીવલેણ ગાબડું પડતા વાહનચાલકોમાં ભય ફેલાયો છે. કેનાલોના રીપેરીંગમાં અઘિકારીઓએ ધ્યાન ના આપતાં લોકોમાં રોષ વ્યાપક બન્યો છે.
નસવાડી તાલુકાના નન્નુપુરા થી પલાસર તરફ જવાના રસ્તા ઉપર નર્મદાની બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને કેનાલની બાજુમાંથી જ રસ્તો પસાર થાય છે. અગાઉ વરસાદમાં કેનાલમાં મોટું ગાબડું પડતા તેની અસર રોડ ઉપર પડી હતી અને કેનાલની એક સાઈડનો ભાગ આખો ધોવાઈ ગયો હતો. તેની સાથે સાથે રસ્તો પણ મોટી માત્રામાં ધોવાઈ ગયો છે. જેના કારણે ભારદારી વાહનો રસ્તા ઉપર થી પસાર થઇ શકતા નથી અને વાહનચાલકો રાત્રી ટાણે પસાર થાય છે ત્યારે આ ભુવામાં પડી જવાનો ભય રહેલો છે. જયારે ખેડૂતોને ખેતરમાં બળદ ગાડું, હલલાકડું લઇ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે . જયારે આ ભૂવો પૂરવા માટે નર્મદા નિગમના અધિકારીઓ રસ લેતા નથી. જેનાથી છેલ્લા કેટલાક માસથી આજ સ્થિતિ રહેતા વાહનચાલકો દુઃખ ભોગવી રહ્યા છે અને નર્મદા નિગમના અધિકારીઓ કેનાલો રીપેરીંગ કરાવતા નથી. નસવાડી તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર કેનાલો તૂટેલી છે. આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઉભી થશે ત્યારે કેનાલોમાં પાણી છોડવામાં આવશે ત્યારે ભુવાઓના કારણે પાણી ખેતરોમાં ઘુસી જશે અને અધિકારીઓના વાંકે ખેડૂતોને હજારો રૂપિયાનું નુકશાન થશે. જેને લઇ નર્મદા નિગમના અધિકારીઓ સર્વે કરાવી આવા ભૂવાઓ વહેલી તકે પુરાવે તેવી માંગ ઉઠી છે.
નસવાડી: નન્નુપુરા ગામ પાસે નર્મદાની બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા રસ્તાનો એક ભાગ ધોવાયો
By
Posted on