Columns

જીવનનું મેનેજમેન્ટ

‘લાઈફમાં દરેક બાબતમાં મેનેજમેન્ટ કરતાં આપણે બધાં આપણા જીવનનું મેનેજમેન્ટ કરતાં જ ભૂલી જઈએ છીએ!’બિઝનેસ મેનેજમેન્ટ કોલેજના રીટાયર પ્રોફેસર બોલ્યા.નાનકડું મિત્રોના પરિવારનું પ્રી દિવાળી ગેટ ટુ ગેધર હતું અને બધા જુદા જુદા વિષયો પર વાતો કરી રહ્યા હતા તેમાંથી વાત બિઝનેસ મેનેજમેન્ટ અને ફાઈનાન્સ મેનેજમેન્ટ પર પહોંચી હતી.પ્રોફેસર કૈંક પોતાના બિઝનેસ મેનેજમેન્ટ કોલેજના અનુભવ પરથી કૈંક કહેશે તેમ બધાને લાગ્યું પણ તેમણેતો બિઝનેસ મેનેજમેન્ટના પ્રોફેસર નહિ પણ ફિલોસોફીના પ્રોફેસર જેવી વાત કરી.

તેમના એક મિત્ર જેઓ પોતે સફળ બિઝનેસમેન હતા તેમણે મજાક કરી, ‘યાર રીટાયર થઈને તું ફિલોસોફી ક્યારથી શીખવાડવા લાગ્યો.’બધા હસ્યા.પ્રોફેસર પણ હસ્યા અને બોલ્યા, ‘જીવનમાં બધા મેનેજમેન્ટ કરતાં આવડે અને કરો, સારી વાત છે, પણ જીવનનું મેનેજમેન્ટ કરતાં પણ શીખવું જોઈએ.’ બિઝનેસમેન મિત્રની દીકરી બોલી, ‘અંકલ, તમે અમને સમજાવો કે જીવનનું મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે.’પ્રોફેસર બોલ્યા, ‘જીવનનું મેનેજમેન્ટ અનુભવથી શીખી શકાય. આમ જુઓ તો સાવ સહેલું લાગે પણ હકીકતમાં કરવા જાવ ત્યારે સમજાય કે કેટલું અઘરું છે.જીવનના મેનેજમેન્ટનો સૌથી પહેલો નિયમ છે બધાનો ‘સ્વીકાર’… જીવનની ડગરમાં જે કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ, રીઝલ્ટ, સફળતા ,નિષ્ફળતા મળે તે બધાનો સ્વીકાર કરી લેવો.’

પ્રોફેસર પોતાની ધૂનમાં બોલી રહ્યા હતા અને બધાને તેમની વાતમાં રસ પડ્યો. બધા પોતાની વાતો પડતી મૂકીને તેમની જીવનના મેનેજમેન્ટની વાત સાંભળવા લાગ્યા. પ્રોફેસર બોલ્યા, ‘જીવનનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે પણ એમ બોલવા કે તેના વિષે સાંભળવાથી થઈ નથી જતું. આ કંઈ ત્રણ વર્ષમાં મળી જતી ડીગ્રી નથી. તે તો અટક્યા વિના સતત કરતાં રહેવું પડે.જીવનમાં સતત મહેનત કરવી, નવું નવું શીખતાં રહેવું , આપણું કામ આપણી જાતે કરવું, હંમેશા નમ્ર રહેવું, અજાણ્યાને મદદ કરવી, રોજ કોઈ એક સારું કામ કરવું, પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો, કોઈનું અપમાન ન કરવું- આ બધું એક દિવસ કે એક મહિનો નહિ પણ રોજેરોજ કરવું પડે છે અને આ તો જીવન મેનેજ કરવાની શરૂઆત છે.

આવું ઘણું બધું નાની નાની બાબતો જીવનમાં રોજે રોજ વણી લેવી પડે.બીજાને અનુકૂળ થઈને જીવવું, મનગમતું કરીએ તેમ કોઈક વાર ન ગમતું કામ પણ બીજાની ખુશી માટે કરી લેવું.પોતાની ખુશી કરતાં બીજાની ખુશીને પ્રાધાન્ય આપવું.આવું નાનું નાનું ઘણું શીખવું પડે , જીવનમાં અમલમાં ઉતરવું પડે ત્યારે જીવનનું મેનેજમેન્ટ થઈ શકે.’પ્રોફેસરે સરળ જીવન જીવવાની ફિલસુફી સમજાવી. જીવનના મેનેજમેન્ટ વિષેનો પહેલો પાઠ સમજાવ્યો.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top