Comments

ખાલિસ્તાની આતંકવાદીઓના સમર્થનમાં કેનેડા અને યુએસ ભારતને શા માટે નિશાન બનાવી રહ્યા છે?

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 જૂન, 2023ના રોજ ખાલિસ્તાન ટાઇગર ફોર્સના આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત, ખાસ કરીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ભૂતપૂર્વ સચિવ (રો) સામંત ગોયલને દોષી ઠેરવ્યા છે. યુએસએ જૂન 2023માં પ્રતિબંધિત એસએફજેના વકીલ ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનું કાવતરા રચવા માટે ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ સહિત બે ભારતીય નાગરિકોને પણ દોષિત ઠેરવ્યા છે. પન્નુન બેવડી નાગરિકતા ધરાવે છે અને યુએસ-યુકે અને કેનેડામાં ભારત વિરુદ્ધ શીખ આતંકવાદી જૂથનો પ્રમુખ છે. પન્નુન તે વ્યક્તિ છે જેણે કબૂલ્યું છે કે તે ટ્રુડોને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કહેવાતી ભારતીય ગતિવિધિઓની માહિતી આપી રહ્યો છે.

ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના આરોપના આધારે, આ જ કાર્યકર્તાએ આ વર્ષે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અજિત ડોભાલ અને સામંત ગોયલ વિરુદ્ધ અરજી કરી હતી, જેમાં કહ્યું હતું કે તેઓ બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ અરજી કરશે. કારણ કે, વર્તમાનમાં તેને સરકારના વડાના રૂપમાં કાનૂની છૂટ મળેલી છે. દરેક વ્યક્તિ જાણે છે કે, કેનેડિયન કાનૂની ન્યાયશાસ્ત્ર કોઈ ફોજદારી ગુના માટે દોષિત જાહેર કરવા માટે વાજબી શંકા સિવાયના પુરાવાની માંગ કરે છે. વાસ્તવમાં, અમેરિકી ગુપ્તચર જાણકારીના સમર્થનથી ટ્રુડોએ કોઈપણ મજબૂત પુરાવા વિના મોદી સરકારને દોષિત જાહેર કરી છે. સવાલ એ છે કે, યુએસ ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થિત કેનેડા પીએમ મોદી, અમિત શાહ, અજિત ડોભાલ અને સામંત ગોયલની પાછળ કેમ પડ્યું છે.

શું તે એટલા માટે કે ભારતનું આર્થિક મહત્ત્વ વધી રહ્યું છે?
શું તે એટલા માટે છે કે મોદીના નેતૃત્વમાં ભારત ન તો અમેરિકા વિરોધી છે કે ન તો રશિયા વિરોધી, માત્ર ભારત તરફી છે?
શું આ ભારત સામે પશ્ચિમી દેશોનો કોઈ ગેમ પ્લાન છે?
શું ભારતે તેના દુશ્મનોને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરીને કોઈ ગંભીર ભૂલ કરી છે. કારણ કે, વિદેશમાં તેમના આશ્રયદાતાઓ – પછી ભલે તે પાકિસ્તાન, યુએસ અથવા કેનેડા – આમ કરવામાં અનિચ્છા ધરાવે છે?

એવું લાગે છે કે, આ કોઈ સંયોગ નથી કે, દોષારોપણનો સમય કેનેડા દ્વારા ભારતીય રાજદ્વારીઓની હકાલપટ્ટી સાથે જોડાયેલ છે, જેનાથી રાજદ્વારી તોફાન ઊભું થાય. પશ્ચિમ ભારતને તપાસમાં કેનેડાને સહકાર આપવા વિનંતી કરી રહ્યું છે. આ નિવેદનો બેવડાં ધોરણો દર્શાવે છે. જોકે, આ દેશોમાં આંતરરાષ્ટ્રીય હત્યાનો રેકોર્ડ છે. તેઓએ ભારતને કાયદાનું પાલન કરતા અટકાવવું જોઈએ નહીં, પરંતુ આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે, શું આ સહયોગીઓ ભારતના નજીકના વ્યૂહાત્મક ભાગીદારો તરીકે ભરોસાપાત્ર છે. દરેક વ્યક્તિ જાણે છે કે, યુએસ અને તેના સહયોગી જેમ કે ઇઝરાયેલ સમગ્ર વિશ્વમાં હત્યારાઓ, આર્થિક હત્યારાઓ અને સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કરીને સ્વ-રક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરી રહ્યા છે.

તો, ભારત ખુદની રક્ષા કરવા અને નિર્દોષ લોકોને આતંકવાદી પ્રોક્સીઓ દ્વારા લોહી વહેવડાવવાથી બચાવવા અધિકારનો ઉપયોગ કરે છે તો પશ્ચિમ શા માટે ભારતની વિરુદ્ધ છે? ઇસ્લામિક જેહાદીઓએ 9/11ના રોજ યુએસ પર હુમલો કર્યો ત્યાં સુધી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ માનતું હતું કે સ્વતંત્રતા સેનાનીઓ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના રાજકીય સમર્થનથી કામ કરી રહ્યા છે. પશ્ચિમે પંજાબમાં માનવાધિકારની સ્થિતિ કથળવાના નામે ખાલિસ્તાનીઓને આશ્રય પણ આપ્યો.

1980થી 2014 સુધી જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને ભારતના અંતરિયાળ વિસ્તારોમાં હજારો નિર્દોષો માર્યા ગયા હોવા છતાં ભારતના સમર્થનમાં એક શબ્દ પણ નથી. ઘણા ભારતીયો માને છે કે, પશ્ચિમ આર્થિક અને લશ્કરી પાવરહાઉસ તરીકે ભારતના ઉદયથી ચિંતિત છે. ચીનની જેમ તે પણ ઇચ્છશે કે ભારત એક પ્રાદેશિક શક્તિ બની રહે. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત થયા પછી પશ્ચિમ અને ભારતના અન્ય વિરોધીઓ મોદી સરકાર પર ખાલિસ્તાનીઓના પ્રભાવને છોડી શકતા નથી.

કહેવાતા ખેડૂતોના આંદોલન, સોશિયલ મીડિયા દ્વારા સાંપ્રદાયિક ઉશ્કેરણી અને મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષને મજબૂત કરવામાં કેટલાક વિદેશી હાથો જોઈ શકાય છે. ભારત વાર્ષિક સાત ટકાની વૃદ્ધિ સાથે, તે 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ધારણા છે. તે આવતા વર્ષે જાપાનની આગળ નીકળી જશે. કારણ કે તે દેશ વાર્ષિક માત્ર એક ટકા વૃદ્ધિ કરે છે. તેથી, ભારતે વિરોધીઓ સામે તેની ક્ષમતા વધુ તેજ કરવાની જરૂર છે. ભારતીય ગુપ્તચરોએ પણ પોતાની ક્ષમતાઓને સુધારવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top