Charchapatra

ભાડોત્રી હત્યારાઓની જમાતમાં થઈ રહેલો વધારો

તાજેતરમાં મુંબઇ ખાતે લોકોની મેદની વાળા ભરચક એવા વિસ્તારમાં એક રાજકીય વ્યક્તિ જે માજી ધારાસભ્ય અને મંત્રી એવી વ્યક્તિની હત્યા કોઈ ભાડૂતી હત્યારા વડે કરવામાં આવી. આવી ઘટનાઓ આગળ બની છે. અમદાવાદમાં હરેન પંડ્યાની હત્યા તેમજ ગૌરી લંકેશની હોય કે પછી ગુલશન કુમાર. આવી હત્યા રાજકીય હોય કે આર્થિક કારણોસર હોય કે પછી અદાવતના કારણે હોય પણ આપણી પોલીસ તંત્ર તેને શોધી શકતી નથી.

આ તો રહી ભાડૂતી હત્યારાની વાત પણ ભાડૂતી એવા શ્રોતા, પ્રદર્શનકારી, આંદોલનકારી, વક્તાઓ, તંત્રીઓ, સંપાદકો, લેખકો, નાટ્યકારો, અદાકારો, અધિકારીઓ, કર્મચારીઓ એ બધા સીધી રીતે કે આડકતરી રીતે કોઈ ને કોઈ દ્વારા ભાડે લેવાય છે અને તેના બદલામાં ખંડણી, કટકી કે બક્ષિસ પણ અપાય છે. આવકવેરા, જીએસટી, ઇડીના કોઈ પણ અધિકારીઓ પણ ભાડૂતી બની ને કામ કરે છે. હવે તો મંત્રીઓ તથા દરેક ક્ષેત્રના કેટલાક હોદ્દેદારો પણ ભાડા પર કામ કરતા હોય છે અને તે બધા બદલામાં કોઈ ને કોઈ રીતે મહેનતાણું અથવા બક્ષિસ મેળવી લે છે.આ બધાની શરૂઆત કેવી રીતે, ક્યારે અને કયા તત્ત્વો દ્વારા થઈ તે સમજવું મુશ્કેલ નથી પણ આ હવે ખાનગી રહ્યું નથી. આવા કૃત્યોમાં આપણે જાણ્યેઅજાણ્યે અથવા સીધી રીતે ભાગીદારતો નથી ?
મુંબઈ    – શિવ દત્ત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મેરી લાઈફ, મેરા સ્વચ્છ શહેર અભિયાન
દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાએ દિવાળી પર્વ પહેલા મેરી લાઈફ, મેરા સ્વચ્છ શહેર અભિયાન અંતર્ગત શહેરીજનોને જુના પુસ્તકો, રમકડા, કપડા અને બીજી અન્ય બિન ઉપયોગી વસ્તુઓ વોર્ડની ઓફિસમાં જમા કરાવવા અંગે અપીલ કરી છે. એ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ વોર્ડ ઓફિસ ખાતે ફાઈવ આર સેન્ટરો બનાવ્યા છે અહીં તમારું બિન ઉપયોગી વસ્તુઓ સ્વીકારવામાં આવશે અને તેમાંથી ઉપયોગ કરી શકાય એવી વસ્તુઓ જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરાશે પાલિકા દ્વારરા જરૂરીયાતમંદના હિત અંગેનું આ અભિયાન ખરેખર પ્રશંસનીય છે. આ અભિયાનની સફળતા માટે શહેરીજનો એ સંપૂણ સાથ-સહકાર આપવો જ જોઇએ.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top