નવી દિલ્હી, 27 જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે. રાજસ્થાનના ગંગાનગરમાં બ્રાન્ડેડ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે. ગંગાનગરમાં સામાન્ય પેટ્રોલની કિંમત 98.40 રૂપિયા પ્રતિ લિટર અને પ્રીમિયમ પેટ્રોલ 101.80 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. જ્યારે, ડીઝલ 90 રૂપિયાને પર પહોંચી ગયું છે. મંગળવારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લિટરે 35 પૈસાનો વધારો કરાયો હતો. આ સિવાય મુંબઇમાં પેટ્રોલ 92.86 અને દિલ્હીમાં 86.30 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 10મી વખત વધારો થયો છે. આજે ડીઝલ અને પેટ્રોલમાં 25-25 પૈસાનો વધારો નોંધાયો છે. આ પહેલા સોમવારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો. આ મહિને 6 જાન્યુઆરી બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 2.59 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.61 રૂપિયાનો વધારો થયો છે. 7 ડિસેમ્બરે દિલ્હીમાં પેટ્રોલ રૂ.83.71 અને ડીઝલ રૂ.73.87 પ્રતિ લિટર પર વેચાયું હતું. ત્યારબાદે તેના ભાવમાં 29 દિવસ સુધી કોઈ વધારો થયો નહોતો. આ મહિનાની 6 જાન્યુઆરીથી ફરી ભાવ વધારો શરૂ થયો છે. સૌપ્રથમ ક્રૂડ ઓઇલ રિફાઇનરી જાય છે, જ્યાંથી પેટ્રોલ અને ડીઝલ કાઢવામાં આવે છે. આ પછી તે ઓઇલ કંપનીઓને જાય છે. તેલ કંપનીઓ પોતાનો નફો ઉમેરીને પેટ્રોલ પમ્પ પર પહોંચાડે છે. ત્યારબાદ પેટ્રોલ પમ્પના માલિક તેમાં તેમનું કમિશન ઉમેરે છે. અંતે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે ટેક્સ લગાવવામાં આવે છે ત્યારબાદ અંતિમ કિંમત નક્કી થાય છે.
આ રાજયમાં બ્રાન્ડેડ પેટ્રોલના ભાવ રૂ.100ને પાર
By
Posted on