SURAT

સુરતીઓની આતુરતાનો અંત : ગોવાની સાથે આ શહેર માટેની ફલાઇટ પણ સુરતને મળશે

ગોવા (GOA)ની મુસાફરી માટેની ઈચ્છા રાખતા સુરતીઓની આતુરતાનો અંત આવ્યો છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની માંગણીનો સ્પાઈસ જેટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો અને ફાઈનલી બપોરના સમયની જે માંગણી હતી તે સ્વીકારવામાં આવી છે અને ફેબ્રુઆરીના પ્રથમ વિક (FIRST WEEK)થી સુરતને ગોવાની ફલાઇટ મળનાર છે, જે ચોક્કસ તારીખ સાંજ સુધીમા અથવા બીજે દિવસે ફાઈનલ થઈ જશે. સાથે જ અહેવાલ મળી રહ્યા છે કે ગોવાની સાથે જયપુરની બીજી ફલાઇટ (સ્પાઇ સ જેટ) પણ સુરતને મળશે. આ અગાઉ સવારના સમયે સુરત જયપુરની ફલાઇટ છે અને હવે ગોવાની સાથે જયપુરની બીજી ફલાઇટ પણ મળશે.

સુરતમાં કોરોના (CORONA)ને કારણે આ દિવસોમાં રાત્રિનો કર્ફ્યુ છે. આને કારણે, લોકો 31 ડિસેમ્બરે યોજાનારી પાર્ટી માટે લોંગ ટૂર પેકેજ બુક કરાવી રહ્યા હતા. અને આ વખતે ગોવા સુરતના લોકો માટે પહેલી પસંદ બની ગયું હતું. ત્યારે 40 હજાર બુકિંગમાંથી, લગભગ 70 ટકા બુકિંગ માત્ર ગોવાના થયા હતા. ટ્રાવેલ્સ એજન્સીઓનું કહેવું છે કે આ વખતે કોરોનાને લીધે, દીપાવલીમાં જે નુકસાન થયું છે તેમાંથી વર્ષના અંતમાં થનારી પાર્ટીમાંથી વસૂલ થયું હતું. અત્યાર સુધીમાં 20 કરોડનો ધંધો થઈ ચૂક્યો છે. જેથી હવે ગોવા માટે ફલાઇટ ફરી ઉડાન ભરશે..

લોકડાઉન બાદ સુરત ફરી એકવાર હવાઈ માર્ગે જયપુરથી જોડાશે. સ્પાઇસ જેટ (SPICE JET)એ ફરીથી એરલાઇન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ સાત દિવસ ઉપલબ્ધ રહેશે. સુરત એરપોર્ટથી સ્થાનિક ફ્લાઇટ્સની સંખ્યામાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનને કારણે બંધ થયેલી ફ્લાઇટ્સ ફરીથી કનેક્ટ થઈ રહી છે. સ્પાઇસ જેટ આ ટ્રેન્ડને આગળ વધારતા સુરત-જયપુર વચ્ચે બંધ એરલાઇન્સ ફરી શરૂ કરવા જઈ રહી છે. તેનું સત્તાવાર શેડ્યૂલ હજી બહાર પાડવામાં આવશે નહીં, પરંતુ નિષ્ણાતોના મતે 1 ફેબ્રુઆરીથી સુરત-જયપુરની વધુ એક ફલાઇટ સાથે એર કનેક્ટિવિટી ફરીથી જોડાવા જઈ રહી છે.

નિષ્ણાંતોના મતે, 1 ફેબ્રુઆરીથી સ્પાઇસ જેટ એવિએશન કંપની સુરત અને જયપુર વચ્ચે દરરોજ દિવસમાં 2 વખત ઉડાન કરશે. કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત-જયપુર વચ્ચે ફ્લાઇટ બુકિંગ પેહલાથી જ શરૂ છે. જો કે, આ શિડ્યુલ (SCHEDULE)ની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના અંતિમ દિવસોમાં અથવા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top