Comments

મહારાષ્ટ્રમાં નાના પક્ષો કોની બાજી બગાડશે?

એક દિવસ વિધિ ગાર્ડનમાં કામ કરી રહી હતી.ત્યાં તેના ભાઈનો નાનો દીકરો સ્કૂલમાંથી રડતો રડતો આવ્યો.વિધિએ તેને બૂમ પાડી કહ્યું, ‘ગોલુ અહીં આવ, શું થયું? કેમ રડે છે? પડી ગયો કે શું?’ગોલુ રડતો રડતો તેની પાસે આવ્યો અને વિધિને ભેટીને બોલ્યો, ‘ફઇ, હવે હું સ્કૂલમાં જવાનો જ નથી.’ વિધિએ પૂછ્યું, ‘કેમ શું થયું?’ ગોલુ રડતાં રડતાં બોલ્યો, ‘ફઇ, સ્કૂલમાં બધા મને હેરાન કરે છે.મારા ગાલ ખેંચે છે.હું ઝડપથી દોડી નથી શકતો એટલે બધા મારી વસ્તુઓ લઈને ભાગી જાય છે.મને ‘મોટુ’…‘જાડિયો’ કહીને ચીડવે છે.હવે મેં નક્કી કરી લીધું છે હું સ્કૂલમાં જ નહિ જાઉં.’વિધિએ ગોલુને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડ્યો અને તેના આંસુ લૂછી ,પાણી પાયું.ગોલુ થોડો શાંત થયો એટલે વિધિએ કહ્યું, ‘ચલ ભૂલી જા એ બધું.રડવાનું બંધ કર અને મને મદદ કરાવ.જા પેલી બોટલમાં પાણી છે તે લઇ આવ.’

મુખ્ય બે ગઠબંધન વચ્ચે લડાઈ છે. ભાગ્યની આગેવાનીમાં મહાગઠબંધનમાં શિંદે શિવસેના અને અજીત પવાર એનસીપી છે તો મહા અઘાડીમાં ઠાકરે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી છે. બંને ગઠબંધન વચ્ચે બેઠક સમજૂતી ફાઈનલ થઈ નથી. મહામંથન ચાલે છે. શરદ પવારના કહેવા મુજબ મહાવિકાસ અઘાડીમાં 200 સીટ માટે સમજૂતી થઈ ગઈ છે. તો ભાજપ 125 બેઠક પર લડવા માગે છે અને એમાં 100 નામ એવાં છે જે 2019માં ચૂંટાયાં હતાં. 2019માં ભાજપને 105 અને સંયુક્ત શિવસેનાને બેઠક મળી હતી. એનસીપી સંયુક્ત 54 અને કોંગ્રેસને 44 બેઠક મળી હતી. શિવ સેના અને એનસીપીમાં ઊભા ફાડિયા થઈ ગયા. શિંદે અને અજીત ભાજપ સાથે સાતમાં છે. એટલે એમનો અનાધાર વહેંચાઈ જાય એ સ્વાભાવિક છે અને આ સ્થિતિમાં નાના પક્ષો એમની બાજી બગાડી શકે છે.

‘રોઝા’ એનડીએ અને ઈન્ડિયા બંનેને નુકસાન કરી શકે છે. ‘રોઝા’ એટલે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, ઓવૈસીની એમઆઈએની, મનોજ જરાંગેની મરાઠા પાર્ટી અને ડો. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની બહુજન અઘાડી. આ ચારેય નાના પક્ષો કોને નુકસાન કરે અને એનો ફાયદો કોને થાય એના આધારે મહારાષ્ટ્રની આઝાદી કોને મળે એ નક્કી થશે. હરિયાણામાં આપને કંઈ ન મળ્યું એ બરાબર. ચૌટાલાની જેજેપીને કંઈ ન મળ્યું. એમ બરાબર પણ આ પક્ષોએ થોડા થોડા મતો મેળવ્યા, જે કોંગ્રેસને નુકસાન કરી ગયા. કારણ કે ઘણી બધી બેઠક એવી હતી, જેમાં ભાજપ જીત્યો પણ હારજીતનું અંતર 50 થી 500 મતનું જ હતું.

મહારાષ્ટ્રના રાજ ઠાકરેનું ઉપજી રહ્યું નથી. એ વોટ કટાઉ પાર્ટી જ રહી ગઈ છે. એ ભાજપ સાથે હાથ મિલાવે છે અને પછી વાંધો પડે એટલે બ્રેકઅપ થઈ જાય છે. આ વેળા રાજે કહ્યું છે કે અમે બધી બેઠકો લડીશું. 2014માં રાજે એક અને 2019માં પણ એક જ બેઠક મળી હતી. 2014માં મત 3.15 ટકા અને 2019માં 2.25 ટકા મત મળેલા. આ નુકસાન ઠાકરે શિવસેનાને વધુ થાય એ સ્વાભાવિક છે. હૈદ્રાબાદના અસદુદ્દીન ઓવૈસીની એઆઈ એમઆઈએની પણ બીજા પક્ષોને નુકસાન કરવાનું જ કામ કરે છે. 2019માં એમઆઈએમને 1.34 ટકા જ મત મળ્યા પણ બે બેઠક પર વિજયી બની હતી. 2014માં પણ બે જ બેઠક મળેલી.

આ વેળા મરાઠા આંદોલનના મનોજ જરાંગેની પાર્ટી પણ લડવાની છે. એમઆઈએમ અને મનોજ વચ્ચે સમજૂતી થઈ શકે છે. એટલે કે દલિત મુસ્લિમનું સમીકરણ વ્યક્ત બધા પક્ષોને નડી શકે છે. યુવા મરાઠીઓમાં મનોજની લોકપ્રિયતા ઠીક ઠીક છે. 2024ની લોકસભામાં ભાજપને નુકસાન થયું એનું એક કારણ મરાઠા આંદોલન પણ હતું. 2019માં મરાઠાવાડાની બધી બેઠકો ભાજપ જીત્યો હતો. પણ 2024માં ભાજપના ઘણા નેતાઓ હાર્યા. એટલે ભાજપ માટે આ પક્ષ ખતરો છે.

ડો. આંબેડકરના પુત્ર પ્રકાશ પણ મેદાનમાં છે. 2024ની લોકસભા ચૂંટણીમાં એમનો પક્ષ 38 બેઠક લડ્યો. પણ પ્રકાશ આંબેડકર ખુદ હારી ગયા. બધા ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ હતી. પણ ધારાસભામાં એ નુકસાન કરી શકે છે. પ્રકાશ દલિતોમાં જાણીતો ચહેરો છે. 2014માં એના પક્ષને બે સીટ મળી. મતો 0.62 ટકા જ હતા. 2019માં એ વધી 4.57 ટકા થયા એટલે નુકસાન જરૂર કરી શકે છે. આ ચાર નાના પક્ષો એક રીતે મહારાષ્ટ્રનું ભાવિ નક્કી કરનારા બની શકે.

અનિલ વીજ ઠરીને ઠીકરું
હરિયાણામાં નાયબ સૈનીની સરકાર બની છે. સૈની બીજી વાર મુખ્યમંત્રી બન્યા છે. અને એમના મંત્રીમંડળમાં અનિલ વીજ પણ મંત્રી બન્યા છે. આ જ અનિલ વીજે મતદાન પહેલાં એવું કહેલું કે તેઓ મુખ્યમંત્રી બનવા તૈયાર છે. અંબાલાની છાનવી બેઠક પર એ ચૂંટાયા. સાતમી વાર ધારાસભ્ય બન્યા છે. વીજે બેંકને નોકરી છોડી 1990માં ચૂંટણી લડી અને પહેલી વાર ધારાસભ્ય બન્યા. એબીવીપીના કાર્યકર્તાથી સક્રિયા શહેર જીવનમાં આવ્યા.

કેન્દ્રમાં એ મંત્રી પણ રહી ચૂક્યા છે. ખટ્ટરને બદલી સૈનીને મુખ્યમંત્રી બનાવાયા અને ખટ્ટરને લોકસભામાં લડાવાયા. હવે એ કેન્દ્રમાં મંત્રી છે ત્યારે વીજે મુખ્યમંત્રીની ખુરશી પર દાવો કરેલો. નિવેદન આપેલું. ચૂંટણી પહેલાં પણ ચૂંટણી બાદ બીજ ઠરીને ઠીકરું થઈ ગયા છે. કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા અને કહ્યું કે મેં ક્યારેય મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો નહોતો. એ પક્ષ જ નિર્ણય લે. ચૂંટણી પહેલાં વીજે કહેલું કે, હું પક્ષમાં સૌથી સિનિયર છું. મુખ્યમંત્રી બની શકું છું. પણ ઉપરથી જે આદેશ આવતા હશે એ પછી વીજનો અભિગમ બદલાઈ ગયો છે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top