Vadodara

વડોદરા : દુષ્કર્મનો આક્ષેપ કરતી યુવતીનું કોર્ટમાં બીએનએસ 183 મુજબ નિવેદન લેવાયું

પ્રતિનિધિ વડોદરા તા.18

ન્યુડ ફોટા વાઇરલ કરવા સાથે યુવતી પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિતના પાંચ યુવકો સામે આક્ષેપ તેણીએ કર્યા છે. શુક્રવારે કોર્ટમાં યુવતીનું મેજિસ્ટ્રેટ સમક્ષ બીએનએસ 183 મુજબ વિડિયો કોન્ફરન્સ સાથે નિવેદન લેવામાં આવ્યું છે. જો આરોપીઓના નામ બહાર આવશે ત્યારે તેમની સામે દુષ્કર્મની કલમ હેઠળ નામ પણ એફઆઇઆરમાં ઉમેરવામાં આવશે.

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં 6 ઓક્ટોબરના રોજ આર્યન પટેલ સહિતના યુવકોએ તેના ન્યુડ ફોટા વાઇરલ કર્યા હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આજ યુવતીએ ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિતના પાંચ જણાએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો પણ આક્ષેપ કરી રહી છે. જેથી પોલીસ દ્વારા કેટલાક લોકાના નિવેદનો લેવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં ન્યુડ ફોટા વાઇરલ કરવામાં પાંચ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ નિવેદન લેવાનું ચાલુ છે. દરમિયાન મકરપુરા પોલીસે યુવતીને 18 ઓક્ટોબરના રોજ કોર્ટમાં રજૂ કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ સાથે બીએનએસ 183 મુજબ નિવેદન લેવામાં આવ્યું હતું. જેથી આગામી દિવસોમાં ન્યુડ ફોટા વાઇરલ કરવા સાથે યુવતી પર કોણે કોણે દુષ્કર્મ ગુજાર્યું હતું તેની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવશે. જાણવા મળ્યા મુજબ હાલમાં આર્યન પટેલ સહિત ચાર યુવકોએ તેના ફોટા વાઇરલ કર્યા હોવાનું જણાવી રહી છે. 183 મુજબના નિવેદનમાં જો બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવશે એફઆઇઆરમાં દુષ્કર્મની કલમનો ઉમેરો કરીને આરોપીઓના નામ પણ ઉમેરો કરવામાં આવશે.

Most Popular

To Top