અમદાવાદઃ કાગળ પર બોગસ કંપનીઓ ઉભી કરી કરોડો રૂપિયાના જીએસટી કોભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એન્ટ્રી થઈ છે. આ કેસમાં ઈડીએ આજે ગુજરાતમાં 23 જગ્યાએ દરોડા પાડ્યા છે. આરોપીના સગાસંબંધીઓ, કર્મચારીઓ સહિત શંકાસ્પદોના ઘર-ઓફિસ પર ઈડીએ તપાસ શરૂ કરી છે. અમદાવાદથી સુરત સુધી એક સાથે ઈડીએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરતા કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- બોગસ સેલ કંપનીના કેસમાં ED ની એન્ટ્રીઃ 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાના કેસમાં ઇડી નું સુપર ઓપરેશન
- રાજ્યમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ સુરત, કોડીનારમાં ઈડી ત્રાટક્યું
- આ કેસમાં ગુજરાતના એક પત્રકાર સહિત અનેક આરોપીની ધરપકડ થઈ છે
- અમદાવાદ પોલીસના સપાટાબાદ હવે કેન્દ્રીય એજન્સી એ પણ ઝૂકાવ્યું
- ઇડીએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડા નું ઓપરેશન હાથ ધર્યું
બોગસ સેલ કંપનીના કેસમાં હવે EDની એન્ટ્રી થઇ છે. ગુજરાતમાં 23 જગ્યાએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાના કેસમાં EDએ સુપર ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડીનારમાં EDએ સુપર ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાતના એક પત્રકાર સહિત અનેક આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ તપાસ હાથ ધરી છે.
GSTની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ્યમાં 14 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિતના સ્થળોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટા પાયે દસ્તાવેજ મળ્યા હતા. આ દસ્તાવેજની તપાસ કરતા 200 કંપનીમાં કરોડો રૂપિયાનું GST કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી EDની પણ એન્ટ્રી થઇ છે. ED દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.