SURAT

VIDEO: સુરત રેલવે સ્ટેશન પાસેના ગેસ્ટ હાઉસ બન્યા કુટણખાના, ગંદું કામ કરનારાઓએ મોંઢું સંતાડ્યું

સુરત : મહીધરપુરા વિસ્તારમાં આવેલી સહયોગ, પારસ  અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પોડીને ગ્રાહક અને સંચાલક સહિત પાંચ જણાને પકડી પાડી પાચ મહિલાઓને મુક્ત કરી હતી.

  • મહીધરપુરામાં આવેલા સહયોગ, પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું પકડાયું
  • ગ્રાહકો પાસેથી રૂપિયા 500 વસૂલી લલનાને 200 રૂપિયા કમિશન અપાતું હતું
  • ગ્રાહક અને સંચાલક સહિત પાંચ જણાને પકડી પાચ મહિલાઓને મુક્ત કરાવાઇ

લંબે હનુમાન ગરનાળા પાસે આવેલા કેટલાક ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલી રહ્યું હોવાનું બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમે  સહયોગ ગેસ્ટ હાઉસ પર છાપો મારી તપાસ કરતા એક રૂમમાંથી એક લલના અને ગ્રાહકને કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસની પુછપરછમાં ગ્રાહકનું નામ સુરજકુમાર મહેશ રામ (રહે, હરીનગર-2, ઉધના) હોવાનું જણાવ્યું હતું.  પોલીસે તેની અને ગેસ્ટ હાઉસના સંચાલક મેનેજર અશરફ ઇકબાલ મલેક (રહે, સહયોગ ગેસ્ટ હાઉસ) ધરપકડ કરી હતી. જ્યારે માલિક જહીર મોહમદ કરીમ મલેક (રહે, રામપુરા)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે પાસે આવેલા પારસ ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા એક રૂમમાંથી લલના અને ગ્રાહક મળી આવ્યો હતો. તેવી જ રીતે વિજય ગેસ્ટ હાઉસના રૂમમાંથી 3 લલના મળી હતી.

પોલીસે આ લલનાને મુક્ત કરાવીને પારસ ગેસ્ટ હાઉસના માલિક કૌશિક ધનસુખલાલ મોદી (રહે, શાંતિનગર સોસાયટી, અડાજણ), ગ્રાહક સાદાબ અન્સારી (રહે ભાગળ ચાર રસ્તા) અને સઇદની ધરપકડ કરી હતી. જ્યારે વિજય ગેસ્ટ હાઉસના માલિક રાકેશ ચંપકલાલ મોદી (રહે, પાલનપોર ગામ) અને દલાલ સલીમ મલિકને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસે પકડેલા હોટેલ મેનેજરની પુછપરછ કરતાં જણાવ્યુ હતુ કે, ગ્રાહકને રૂ. 500માં શરીર સુખ માણ‌વા માટે લલના  આપવામાં આવતી હતી. જેમાંથી રૂ.200 લલનાને કમિશન આપવામાં આવતું હતુ. ગ્રાહક પાસે કલાક પ્રમાણે ચાર્જ વસૂલવામાં આવતો હતો.

બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની AHTU ની ટીમે છેલ્લા છ મહિનામાં ચોથી વખત રેડ કરી પણ સ્થાનિક પોલીસે ધમધમતા કુટણખાના પર કોઈ કાર્યવાહી નહીં કરતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે.

વરાછામાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
સુરતઃ લાભેશ્વર ભુવન ચોકડી પાસે આવેલા રામદેવ શો-રુમ પાછળ લક્ષ્મી એન્જિનિયરિંગ ખાતની ઉપર આવેલા એક મકાનમાં સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરી મેનેજર બુધિયા ભોબાની ગૌડા (ઉં.વ.34 રહે., લક્ષ્મી એન્જિનિયરિંગ પહેલા માળે મૂળ પશ્ચિમ બંગાળ) ને પકડી પાડયો હતો. વધુ પૂછપરછ કરતાં રામચંદ્ર સ્વાઈ અને દિપક ડે નામના શખ્સો દેહવ્યાપારનો વેપલો મકાન ભાડે રાખી કરતાં હોવાનું જણાવ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે, બન્ને માલિકો અહીં સ્પા કરાવવા આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપતા હતા. ગ્રાહક પાસે 500 રૂપિયા લઈ લલનાને 200 રૂપિયા કમિશન આપતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં મકાનમાં એક બંધ રૂમ તપાસ કરતાં તેમાંથી એક લલના સાથે કઢંગી હાલતમાં એક ગ્રાહક મળી આવ્યો હતો. જેને પોલીસે નામઠામ પૂછતા તેને તેનું નામ રજૂ ઉર્ફે રાહુલ શિવરાજ રાવત (ઉં.વ.25, રહે., કૃષ્ણકુંજ સોસાયટી, ગોડાદરા મૂળ રહે., ઉત્તરપ્રદેશ) જણાવ્યું હતું.

વધુ પૂછપરછમાં મકાનના માલિક પણ આ બાબત જાણતો હોવાનું સામે આવતા મકાન માલિક અને રુમ ભાડે રાખનાર બે સ્પા સંચાલકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે મેનેજર અને ગ્રાહકની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રોકડ અને મોબાઈલ મળી કુલ 10 હજારની મત્તા જપ્ત કરી બે મહિલાઓને મુકત કરી હતી.

Most Popular

To Top