Charchapatra

વિજયા દશમીએ શમીપૂજન

ભગવાન રામે લંકા પર આક્રમણ કરતાં પહેલાં શમી ઝાડની સામે માથું નમાવી વિજયની પ્રાર્થના કરી હતી.લંકા પર વિજય મેળવ્યા પછી શમી ઝાડનું પૂજન કર્યું હતું.મહાભારત મુજબ પાંડવોએ દેશ નીકળવાના છેલ્લા વર્ષમાં તેમનાં શસ્ત્રો શમીના ઝાડમાં સંતાડી દીધાં હતાં.ત્યાર બાદ ફરી ત્યાંથી શસ્ત્રો મેળવ્યાં હતાં અને શમીના ઝાડની પૂજા કરી હતી.શ્રધ્ધાળુઓ દ્વારા વિજયા દશમીના દિવસે સાંજે શમીના ઝાડની પૂજા કરવામાં આવે છે.

પૂજા કરવાથી ઘરની મુશ્કેલી દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ થાય છે.સુરત કોટ વિસ્તારના રૂસ્તમપુરા,કુંભારવાડ બાગની બાજુમાં અંબાજી મંદિર આવેલું છે. મંદિરના પ્રાંગણમાં શમીનું ઝાડ હતું, જે હાલમાં લુપ્ત થઈ ગયું છે ત્યાં બીજું ઝાડ ઊગી નીકળ્યું છે છતાં દર વર્ષે અંબાજી મંદિર પાસે મેળો ભરાય છે ત્યાં ભક્તો શમીના ઝાડના પૂજનની પરંપરા ચાલુ છે.બ્રાહ્મણો શમીના ઝાડની પૂજા ભક્તોને કરાવે છે.
સુરત     – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

“સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાત હોવા કરતા બૌદ્ધિક પછાત હોવુ ખતરનાક’’
સામાન્ય રીતે આપણી સામજિક વ્યવસ્થા મા ઊંચ, નીચ ,ગરીબ, તવંગર, શિક્ષિત, અશિક્ષિત આ બધુ શરૂઆત થી ચાલી આવ્યુ છે. અને તેને કોઈ કોમ, ધર્મ, સંપ્રદાય જ્ઞાતિ ના વાડા ઓ નુ બંધન ન હોવુ જોઈએ પરંતુ દરેક માનવીમાં ઉપરની વ્યવસ્થા જોવા મળે છે એમ કહેવાવું જોઈએ.લોકશાહી નુ આગમન થયુ ત્યારથી જ દરેક માનવી સરખા પણ એમ થવાના બદલે દેશ અનેક જાતના વાડાઓમાં વહેચાઈ ગયેલો જોવા મળે છે. બૌદ્ધિકતા હોવી એ કોઈનો ઈજારો નથી.પરંતુ આપણો સમાજ મૂડીવાદ તરફી વલણ.

વધુ ધરાવતો હોવાનુ જોવા મળી રહ્યું છે ત્યારે ધનિક વધુ ધનિક તો શ્રમિક ના તો ઉપર આવવાના કોઈ ચિન્હો નજરે પડતાં નથી. દેશને વિશ્વ કક્ષાની હરોળમાં સ્થાન આપવુ હશે તો વિદેશના દેશો સાથે વાટાઘાટ કે કરાર કરવાથી નહી પણ દેશમાં બધી જાતના પછાતોને તિલાંજલી આપી બૌદ્ધિક પછાત કોઈ ન રહે તે માટે પૂરતા પ્રયત્નો બધાએ સાથે મળીને કરવા પડશે કેમ કે પછાત વર્ગ,સામાજિક, આર્થિક, અને શેક્ષણિક રીતે પછાતો વર્ગો ને ઊંચે ઉઠવા માટે સરકાર પાસે અનેક કલ્યાણકારી યોજનાઓ છે પણ બૌદ્ધિક પછાત નુ શુ…?
સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top