Vadodara

ભાયલી ગેંગરેપ : મુખ્ય આરોપીઓના ડીએનએ રિપોર્ટ આવ્યાં છતાં DYSP કુંભકર્ણની નિદ્રામાં

રિમાન્ડના છ દિવસ પુરા થયા છતાં પોલીસ સિમકાર્ડ તથા મોબાઇલ રિકવર કરી શકી નથી

ગેંગરેપની ઘટનાએ જિલ્લા પોલીસના નાઇટ પેટ્રોલિંગ લીરેલીરા ઉડાવ્યાં, ઘટના જિલ્લાની હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં દુષ્કર્મીઓને પકડી જિલ્લા પોલીસનું નાક કાપ્યું હતું

પ્રતિનિધિ વડોદરા તા.14
ભાયલી ગેંગરેપની ઘટનામાં પહેલા આરોપીઓ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડીને જિલ્લા પોલીસનું નાક કાપી નાખ્યું હતું. ત્યારબાદ હવે છ દિવસના રિમાન્ડ મેળવ્યા હોવા છતાં જિલ્લા પોલીસ આરોપીઓએ નાખેલા મોબાઇલ થતા સિમકાર્ડ પરત રિકવર શકી નથી. બીજી તરફ મુખ્ય આરોપીના ડીએનએ રિપોર્ટ આવી ગયા હોવા છતાં એસઆઇટીની મુખ્ય અધિકારી ડીવાયએસપી બી એચ ચાવડા જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય રિપોર્ટ અંગેની કોઇ માહિતી ન હતી. ઘટના અંગે કોઇ અપડેટ અંગે પુછતા અધિકારીએ કોઇ અપડેટ નથી માત્ર રિમાન્ડ પુરા થતા હોય કોર્ટમાં રજૂ કરાશે તેમ જણાવ્યું હતું.

4 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે વડોદરા જિલ્લાના ભાયલીના સુમસામ વિસ્તારમાં 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન ત્યાં પસાર થતા ત્રણ વિધર્મી મુન્ના બનાજારા, શાહરૂખ બનાજારા તથા મુમુતાજ બનજારાએ સગીરાની છેડતી કર્યા બાદ તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો. જેમાં જિલ્લા પોલીસના પેટ્રોલિંગના સરેઆમ લીરેલીરા તો ઉડ્યા હતા. પરંતુ ઘટના જિલ્લા પોલીસની હોવા છતાં દરેક ગુનામાં એક્ટિવ રહેતી શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે 48 કલાકમાં દુષ્કર્મી સહિતો સ્થળ પરથી ભાગી જનાર બે આરોપી મળી પાચંની ધરપકડ કરી લીધી હતી. તેમાં જિલ્લા પોલીસનું નાક કપાયું હતું. તેમ છતાં જાણે પોતાની આબરૂની જાણે કોઇ પડી ન હોય તેમ પોલીસ અધિક્ષક માત્ર ધુતરાષ્ટ્રની ભુમિકા ભજવી રહ્યા હોવા તેમ જોવા મળ્યું હતું. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ રિમાન્ડ સહિતની આગળની કાર્યવાહી માટે જિલ્લા પોલીસને સોંપ્યો હતો. જેમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓની એસઆઇટીની રચના પણ કરી હતી. તેમ છતાં પોલીસે રિમાન્ડ છ દિવસ પુરા થઇ ગયા હોવા છતાં આરોપીઓ પાસેથી માહિતી પણ કઢાવી શકતી નથી. ગેંગરેપ કરનાર મુખ્ય ત્રણ આરોપીઓના સેમ્પલ લઇને એફએસએલમાં ચકાસણી અર્થે મોકલ્યા હતા. જેના રિપોર્ટ આવી ગયો હોવા છતાં એસઆઇટીના મુખ્ય અધિકારી ડીવાયએસપી બી એચ ચાવડા ડીએનએ રિપોર્ટ આવ્યો હોવાની સુધ્ધા જાણ ન હતી. તેઓને ગેંગરેપની ઘટના અંગે પુછપરછ કરવા છતાં કોઇ અપડેટ ન હોવાનું જણાવ્યું હતુ. ત્યારે સવાલ એ થાય છે એસઆઇટીના મુખ્ય અધિકારી હોવા છતાં બી એચ ચાવડાને કોઇ માહિતી કેમ નથી ? જિલ્લા પોલીસની નિરસતાના કારણે આરોપીઓનું મોકળુ મેદાન મળી રહ્યુ છે. જાણે ડીવાયએસપી પણ જાણે ગેંગરેપની પળોજણમાંથી ક્યારે છુટકારો મળે તેવુ ઇચ્છી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે.

Most Popular

To Top