World

ઈરાન પર ઈઝરાયેલનો ભયંકર સાયબર એટેક, આખી દુનિયા ડરી ગઈ

નવી દિલ્હીઃ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. આજે તા. 12 ઓક્ટોબર 2024ને શનિવારના રોજ ઈરાનના પરમાણુ સ્થળો સહિત અનેક સંસ્થાઓ પર એક સાથે ઈઝરાયેલે સાયબર હુમલો કર્યો છે. આ સાયબર હુમલાઓ વચ્ચે ઈરાન સરકારની લગભગ તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન પર જવાબી હુમલાની દિશામાં ઈઝરાયેલનું આ પહેલું પગલું છે.

આટલું જ નહીં સાયબર હુમલામાં ઈરાનના પરમાણુ કેન્દ્રોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈઝરાયેલે 1 ઓક્ટોબરે ઈરાનના મિસાઈલ હુમલાનો બદલો લેવાની જાહેરાત કરી હતી.

ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સિક્યુરિટીના ભૂતપૂર્વ સચિવ ફિરોઝાબાદીએ જાહેરાત કરી હતી કે ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી સહિત ઈરાનના લગભગ તમામ સરકારી દળોએ ગંભીર સાયબર હુમલાઓ અને માહિતીની ચોરીનો સામનો કર્યો છે.

ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સિક્યુરિટીના ભૂતપૂર્વ સેક્રેટરી ફિરોઝાબાદીએ કહ્યું, ઈરાન સરકારના લગભગ દરેક ક્ષેત્ર જેમ કે, ન્યાયતંત્ર, વિધાનસભા અને કાર્યપાલિકા આ સાયબર હુમલાઓથી પ્રભાવિત થયા છે. આ સંસ્થાઓની મહત્વપૂર્ણ માહિતીની ચોરી થઈ છે.

તેમણે કહ્યું, અમારા પરમાણુ પ્લાન્ટ તેમજ ઈંધણ વિતરણ, મ્યુનિસિપલ સેવાઓ, પરિવહન અને બંદરો જેવા જટિલ નેટવર્ક પર પણ સાયબર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાઓ દેશભરમાં ફેલાયેલા ઘણા વિસ્તારોનો માત્ર એક નાનો ભાગ છે.

ઈઝરાયેલે આપી હતી ચેતવણી
બુધવારે ઈઝરાયેલના રક્ષા મંત્રીએ ચેતવણી આપી હતી કે તાજેતરના ઈરાની મિસાઈલ હુમલાનો ચોક્કસ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેમના દેશનો બદલો ઘાતક અને આશ્ચર્યજનક હશે. તમને જણાવી દઈએ કે ઉત્તરી ગાઝા બાદ હવે ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ વિરુદ્ધ જમીની હુમલો કર્યો છે.

આ અગાઉ 1 ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો અને ત્યારબાદ ઈઝરાયેલે ઈરાનને જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઈઝરાયેલના વળતા હુમલાથી આખી દુનિયા ડરી ગઈ છે કારણ કે ઈરાન પર ઈઝરાયેલનો સીધો હુમલો મધ્ય પૂર્વમાં વિશ્વ યુદ્ધ શરૂ કરી શકે છે, પરંતુ મોટી વાત એ છે કે ઈરાનના હુમલાના આટલા દિવસો પછી પણ ઈઝરાયેલ માત્ર ધમકીઓ જ આપી રહ્યું છે . ઈઝરાયેલ ઈરાનને કહી રહ્યું છે કે તે એવો હુમલો કરશે જે તેને યાદ રહેશે. પણ સવાલ એ છે કે એ હુમલો કેવો હશે? ઈઝરાયેલ જવાબ આપવા માટે આટલો સમય કેમ લઈ રહ્યું છે?

Most Popular

To Top