ડભોઇ ના ઐતિહાસિક હીરાભાગોળ કિલ્લામા બિરાજમાન માઁ ગઢભવાનીના દર્શન કરી વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્ર પુજા બાદ ક્ષત્રિય સમાજ ધ્વારા શોભાયાત્રા નિકળી હતી. જેમા યુવાનો,વડીલો મોટી સંખ્યામા જોડાયા હતા. આગળ પગપાળા વડીલો અને યુવાનો પારંપરીક પોષાક મા સજ્જ થઈ ચાલી રહ્યા હતા. તો પાછળ મોટર સાયકલોની રેલી પણ શોભાયાત્રા મા જોડાઇ હતી. ડી.જે.સાથે નિકળેલી શોભાયાત્રા મા ક્ષત્રિય યુવાનો ધ્વારા તલવારબાજીના કરતબ પણ કરાયા હતા.
અધર્મ પર ધર્મ નો વિજય, આસુરી શક્તિ પર દૈવી શક્તિ નો વિજય,પાપ પર પુણ્ય નો અને અંધકાર પર પ્રકાશ ના વિજય સમાન પર્વ એટલે વિજયા દસમી દશેરા પર્વ.આવા પાવન પર્વ પર ધાર્મિક માન્યતા મુજબ રાજપુત સમાજ ધ્વારા કુળ દેવી માઁ ગઢભવાની ના દર્શન કરી શસ્ત્ર પુજા બાદ હીરાભાગોળ થી શોભાયાત્રા નિકળી હતી.જે શોભાયાત્રા ડી.જે.ના તાલે વકીલ બંગલા,લાલબજાર થઈ ટાવર ચોક આવી પહોંચતા ક્ષત્રિય યુવાનોએ તલવાર બાજી ના કરતબ કરી ઉપસ્થિતો ને મંત્રમુગ્ધ કર્યા હતા.જે બાદ મા કંસારા બજાર,દુધિયાપીર,વડોદરી ભાગોળ થી આંબેડકર ચોક થઈ ક્રિષ્ણા ટોકીજ થી સરીતાફાટક પહોંચી શોભાયાત્રા પુર્ણ જાહેર કરાઇ હતી.આ તબક્કે સમાજ ના અગ્રણીઓ એ તમામ નો આભાર માન્યો હતો.