Vadodara

વડોદરા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 15 પૈકી 10 કામોને મંજૂરી

:

સેન્ટ્રલ સ્ટોર પાણી પુરવઠા પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આઈટી શાખા અગ્નિસમન અને તાત્કાલિક સેવા વિભાગ ના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા :


( પ્રતિનિધિ )વડોદરા,તા.11

વડોદરા મહાનગરપાલિકાની દર અઠવાડિયામાં મળતી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થયેલ 15 કામોમાંથી 10 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે પાંચ કામો મુલતવી કરવામાં આવ્યા હતા.

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી 14 કામ અને એક વધારાનું કામ મળી 15 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાં સેન્ટ્રલ સ્ટોર પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આઈ ટી શાખા રોડ પ્રોજેક્ટ શાખા અગ્નિસમન અને તાત્કાલિક સેવા વિભાગ ના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે દસ કામોને મંજૂરી આપવામાં આવી હતી અને પાંચ કામો મુલતવી રખાયા હતા. આ ઉપરાંત મહીસાગ૨નાં રાયકા-દોડકા ફ્રેન્ચ કૂવાની ફીડર નળિકાનું પોઈચા ફ્રેન્ચ કૂવાની ફીડર નળિકા સાથે તેમજ ફાજલપુર નવિન નળિકાનું રાયકા-દોડકા ફેન્ચકૂવાની ફીડર નળિકા સાથે જોડાણ કરવાની કામગીરી જીપીએમસી એક્ટની કલમ 67 (3)સી હેઠળ રૂપિયા 49.27 લાખના ખર્ચે ક૨ાવવાનાં કામે ઈજા૨દાર મે.ઈલાઈટ એન્જિનિયર્સ પાસે કરાવેલ કામગીરીનાં થયેલ ખર્ચ રૂ.49,26,680 તથા જીએસટી અંગે જાણ સ્થાયી સમિતિને ક૨વામાં આવી છે. 1000 મીમી વ્યાસની ટી બેસાડી બટરફ્લાય વાલ્વ બેસાડી ચેમ્બર બનાવ્યું હતું. પાલિકાનાં ચાર ફેન્ચવેલો ફાજલપુર, રાયકા, દોડકા તથા પોઈચા તેમજ દોડકા ઇન્ટેકવેલ મહીસાગર નદીમાં આવેલા છે. કૂવાઓ દ્વારા શહે૨માં અંદાજે 300 એમએલડી પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.રાયકા-દોડકા ફ્રેન્ચ કૂવાની સંયુક્ત ફીડર લાઈન 1354 મીમી વ્યાસનું પોઈચા ફ્રેન્ચ કૂવાની 955 મીમી વ્યાસની ફીડર નળિકાનું 600 મીમી વ્યાસની એમ.એસ. નળિકાથી રાયકા ગામનાં ગેટ પાસે સોર્ટિંગ છે. પરંતુ સોર્ટિંગ હાલ જર્જરીત સ્તરે હોય, સોર્ટિંગ વાલ્વ યોગ્ય રીતે ઓપરેટ થઈ શકતો નથી. ઉપરાંત અગાઉનાં 5 થી 6 વર્ષથી વધુ સમયમાં ફાજલપુર ફ્રેન્ચકૂવાની 9000 મીમી વ્યાસની ડીઆઈ લાઈનની કામગીરી દરમિયાન નંદેશરી ચોકડી પાસે રાયકા-દોડકા ફેન્ચકૂવાની 1354 મીમી વ્યાસની એચ.એસ. નળિકાની પાસે 1000 મીમી વ્યાસની ટી બેસાડી બટરફ્લાય વાલ્વ બેસાડી ચેમ્બર બનાવ્યું હતું. ચોમાસાની સીઝન બાદ રાયકા ફ્રેન્ચ કૂવાની પાસે નદી તટમાં ઘણા મોટા પ્રમાણમાં સિલ્ટીંગ થયેલ તેમજ નદીમાં ડહોળાશવાળા પીળા પાણીની સમસ્યા ઉભી થતાં રાયકા-દોડકા ફ્રેન્ચકૂવા ખાતે જરૂરિયાત મુજબનાં પમ્પો ચલાવી શકાતા નથી. આ પરિસ્થિતિમાં અગાઉ છોડેલ ફાજલપુર ફેન્ચકૂવાની ડી.આઈ. નવીન ફીડર નળિકાનું નંદેશરી ચોકડી પાસેનાં ટીમાંથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલની એચ.એસ. ફીડર નળિકા સાથે જોડાણ કરવાથી તેમજ રાયકા ગામનાં ગેટ પાસે રાયકા-દોડકા ફ્રેન્ચ કૂવાની સંયુક્ત ફીડર નળિકા અને અથવા રાયકા ફ્રેન્ચ કૂવાની ફેન્ચ કૂવાની એચ.એસ. ફીડર નળિકાનું પોઈચા ફ્રેન્ચ કૂવાની એચ.એસ. ફીડર નળિકા ફીડર સાથે જોડાણ ક૨વાથી એક ફીડર નળિકાનું પાણી બીજી ફીડર નળિકામાં લઈ શકાય તે હેતુસર ઉપરોક્ત જોડાણ તાત્કાલિક કરવાની જરૂરિયાત હતી. આથી પાલિકા દ્વારા જી.પી.એમ.સી. એક્ટની કલમ 67 (3)(સી) હેઠળ કરાવવામા આવ્યું છે. જે કામગીરી માટે ઇજારદારો પાસે ભાવ મગાવવામાં ચલાવી શકાતા નથી. આ પરિસ્થિતિમાં અગાઉ છોડેલ ફાજલપુર ફેન્ચકૂવાની ડી.આઈ. નવીન ફીડર નળિકાનું નંદેશરી ચોકડી પાસેનાં ટીમાંથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલની એચ.એસ. ફીડર નળિકા સાથે જોડાણ કરવાથી તેમજ રાયકા ગામનાં ગેટ પાસે રાયકા-દોડકા ફ્રેન્ચ કૂવાની સંયુક્ત ફીડર નળિકા અને અથવા રાયકા ફ્રેન્ચ કૂવાની ફેન્ચ કૂવાની એચ.એસ. ફીડર નળિકાનું પોઈચા ફ્રેન્ચ કૂવાની એચ.એસ. ફીડર નળિકા ફીડર સાથે જોડાણ ક૨વાથી એક ફીડર નળિકાનું પાણી બીજી ફીડર નળિકામાં લઈ શકાય તે હેતુસર ઉપરોક્ત જોડાણ તાત્કાલિક કરવાની જરૂરિયાત હતી. આથી પાલિકા દ્વારા જી.પી.એમ.સી. એક્ટની કલમ 67 (3)(સી) હેઠળ કરાવવામા આવ્યું છે. જે કામગીરી માટે ઇજારદારો પાસે ભાવ મગાવવામાં આવ્યા હતા. આ કામ રૂપિયા 49,26,680માં થયુ છે. આમ પાલિકા દ્વારા શહેરમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામને આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ સહિતના 10 કામોને મંજૂરી આપવામાં આવી હતી.

Most Popular

To Top