નાથદ્વાર વિલા સોસાયટીના રહીશોના બિલ્ડરની હેરાનગતિના આક્ષેપો
પોલીસમાં અને રેરામાં ફરિયાદની તૈયારી
વડોદરા શહેરના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર નાથદ્વારા વિલા સોસાયટીના રહીશોએ બિલ્ડર દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરના ડભોઇ વાઘોડિયા રીંગરોડ પર આવેલા નાથદ્વારા લીલા સોસાયટીના લોકોએ એકત્રિત થઈ બિલ્ડરોના ત્રાસના કારણે તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાના આક્ષેપો કર્યા હતા..
બિલ્ડર સોસાયટીના મેન્ટેનન્સ ના રૂપિયા ના આપતા હોવાથી કોમન લાઇટ નો પુરવઠો બંધ થવાનો વારો આવ્યો છે.
આ જ પ્રકારની અનેક સમસ્યાઓનું નિરાકરણ બિલ્ડર ન કરતો હોવાથી ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો રેરા અને પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી સ્થાનિકોએ કરી છે.
સ્થાનિકે જણાવ્યું હતું છેલ્લું લાઈટ બિલ જે આવ્યું હતું એ 80,000 જેટલું છે. આજે જીઇબી વાળા અહીંનું કલેક્શન કાપવા માટે આવ્યા હતા. અમારે મેન્ટેનન્સના 50 લાખ રૂપિયા લેવાના છે. તે હજુ સુધી બિલ્ડર દ્વારા અમને અપાયા નથી. અહીં રાતે રોજ ચોર આવે છે અમારે રાતે જાગવાનું હોય છે તેવા સમયે લાઈટ કાપી નાખે એ કેટલું યોગ્ય છે?
બિલ્ડરનું નામ છે નારાયણભાઈ. તેઓ હાલ પાવાગઢ છે . અમે એમના આસિસ્ટન્ટ જોડે વાત કરી. અલ્પનાબેન એમના આસિસ્ટન્ટ છે .તેઓએ જણાવ્યું હતું તમે આવતીકાલે આવો ઓફિસે અત્યારે હાલ ચાવી અમારી પાસે ન હોવાથી આપ કાલે આવો અમે તમને કાલે આની સમસ્યાનું સમાધાન કરી આપીશું.
બીજા સ્થાનિકે જણાવ્યું હતું કે બિલ્ડરે ચેક પણ ફાળવ્યા છે પણ એ ચેક પણ બાઉન્સ થઈ રહ્યા છે. પહેલો જ ચેક અમે જે જમા કરાવ્યો એ બાઉન્સ ગયો એ ડીટેલ પણ અમે એમને આપી પરંતુ એ પણ રૂપિયા આપતા નથી. અમારી સોસાયટીને કમિટીમાં વાત થઈ છે. જો સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં થાય તો અને પોલીસ કમ્પ્લેન સાથે રેરામાં પણ તેઓની ફરિયાદ કરીશું.