Sports

ટેનિસમાં વધુ એક યુગનો અંત, 23 ગ્રાન્ડ સ્લેમ જીતનાર રાફેલ નડાલે નિવૃત્તિ જાહેર કરી

નવી દિલ્હીઃ ટેનિસમાં વધુ એક યુગનો અંત આવ્યો છે. આજે ગુરુવારે તા. 10 ઓક્ટોબરે ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સિઝન તેની છેલ્લી સિઝન હશે.

માત્ર 4 વર્ષ પહેલા મહાન સ્વિસ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ લીધી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે. ફેડરરે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા. આ યાદીમાં નડાલ બીજા સ્થાને છે.

સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાની વાત કરીએ તો સર્બિયાના નોવાક જોકોવિચે અત્યાર સુધીમાં સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. 38 વર્ષના નડાલે એક વીડિયો મેસેજ શેર કર્યો છે. વીડિયોના માધ્યમથી તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. નડાલે કહ્યું છે કે તે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી ડેવિસ કપની ફાઇનલમાં પ્રવેશ કરશે. આ ટુર્નામેન્ટમાં તે પોતાના દેશ સ્પેનનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતે ડેવિસ કપની ફાઈનલ 19 નવેમ્બરથી સ્પેનના માલાગામાં રમાશે.

નડાલે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. આમાં તેણે તેના તાજેતરના સંઘર્ષ અને તેના શરીર પર રમતોની શારીરિક અસર વિશે વાત કરી. નડાલે કહ્યું, ‘હું ખૂબ જ ઉત્સાહિત છું કે મારી છેલ્લી ટૂર્નામેન્ટ ડેવિસ કપની ફાઈનલ હશે, જેમાં હું દેશનું પ્રતિનિધિત્વ કરીશ. હું માનું છું કે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે મારી પ્રથમ જીતના આનંદ પછી, હું હવે પૂર્ણ વર્તુળના છેલ્લા તબક્કામાં આવી ગયો છું.

ડેવિસ કપની ફાઈનલ 2004માં થઈ હતી. હું મારી જાતને સુપર સુપર લકી માનું છું કે મેં આટલું બધું અનુભવ્યું છે. નડાલ પેરિસ ઓલિમ્પિક પછી રમ્યો નથી, જેમાં તે સિંગલ્સ કેટેગરીમાં જોકોવિચ સામે હારી ગયો હતો. તે કાર્લોસ અલ્કારાઝ સાથે ડબલ્સ કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.

સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરૂષ ખેલાડીઓઃ નોવાક જોકોવિક (24), રાફેલ નડાલ (22 ), રોજર ફેડરર (20), પીટ સામ્પ્રાસ (14 ), રોય ઇમર્સન (12 )

Most Popular

To Top