World

પ્રોટીન અને AI મોડલ બનાવનાર વૈજ્ઞાનિકોને મળ્યો કેમિસ્ટ્રીમાં નોબેલ

નવી દિલ્હીઃ વર્ષ 2024 માટે કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્રનો નોબેલ પ્રાઈઝ ડેવિડ બેકર, ડેમિસ હાસાબીસ અને જ્હોન એમ. જમ્પરને આપવામાં આવ્યો છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મળીને 50 વર્ષથી ચાલી રહેલાં કોયડાનો ઉકેલ શોધ્યો છે. તેમના રિસર્ચના લીધે ઘણી રસી અને દવાઓ બનાવવામાં સફળતા મળી છે. ભવિષ્યમાં લોકો આ ત્રણેય વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે વધુ સારી તબીબી સેવાઓ મેળવી શકશે.

અમેરિકાના વોશિંગ્ટન યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસર ડેવિડ બેકર કહે છે કે જીવનની શરૂઆત શુક્રાણુ કે એગથી થાય છે. અથવા કદાચ તે એકમાત્ર જીવંત સજીવ છે જે તેના પોતાના પર બાળકો પેદા કરવા સક્ષમ છે. આ બધું પ્રોટીન સાથે થાય છે. ડેવિડ બેકરે પોતાનું જીવન પ્રોટીન માટે સમર્પિત કર્યું. તેમણે સંપૂર્ણપણે નવા પ્રકારના પ્રોટીન શોધી કાઢ્યા અને બનાવ્યા.

લંડન સ્થિત ગૂગલ ડીપ માઇન્ડ્સના ડેમિસ હાસાબીસ અને જ્હોન એમ. જમ્પરે પ્રોટીનનો આકાર નક્કી કરવા માટે AI મોડેલ બનાવ્યું. આનાથી પ્રોટીનને સમજવાની 50 વર્ષ જૂની સમસ્યાનો અંત આવ્યો. પ્રોટીન એક અદ્ભુત રાસાયણિક સાધન છે. તે તમારા શરીરમાં થતી તમામ પ્રતિક્રિયાઓ અને લાગણીઓને નિયંત્રિત કરે છે.

પ્રોટીન એ ખરેખર માનવ શરીરનો સૌથી મોટો ભગવાન છે, જે તમારા સમસ્ત શરીરનું સંચાલન કરે છે. તમને ગુસ્સો ક્યારે આવશે?, તમે પ્રેમની અનુભૂતિ ક્યારે કરશો?, તમે ક્યારે કામ પર વધુ ફોક્સ કરશો?, તમને બાળકો ક્યારે થશે? આ બધા જ કામ પ્રોટીન કરે છે. પ્રોટીન તમારા શરીરમાં હોર્મોન્સની જેમ કામ કરે છે. તેનાથી શરીરમાં સિગ્નલિંગ પદાર્થો બને છે. રોગ દરમિયાન એન્ટિબોડીઝ રચાય છે. તે ઉપરાંત બિલ્ડિંગ બ્લોક્સ કે જે પેશીઓ બનાવે છે. પ્રોટીન એ વિશ્વનો સૌથી મોટો બિલ્ડિંગ બ્લોક છે. તેમાંથી જ અનેક પ્રકારના જીવનનું સર્જન થાય છે.

આ ત્રણ વૈજ્ઞાનિકોએ શું કર્યું?

ડેવિડ બેકરઃ સામાન્ય રીતે પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ હોય છે, જે જીવન ચલાવે છે. 2003માં ડેવિડે આ એમિનો એસિડની મદદથી એક નવું પ્રોટીન બનાવ્યું, જે હાલના કોઈ પણ પ્રોટીનમાં ઉપલ્બ્ધ ન હતું. ત્યારથી તેમના ગ્રુપે ઘણા પ્રકારના પ્રોટીન બનાવ્યા છે, જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ વેક્સિન, નેનોમેટ્રીયલ્સ અને માઈક્રો સેન્સર બનાવવા માટે કરે છે.

ડેમિસ હાસાબિલ અને જ્હોન એમ. જમ્પરઃ આ બંને વૈજ્ઞાનિકોએ 2020 માં પ્રોટીનનું AI મોડેલ બનાવ્યું હતું. જેનું નામ AlphaFold2 છે. તેની મદદથી 20 કરોડ પ્રોટીનની રચનાનો અભ્યાસ કરી શકાય છે. આ મોડેલ દ્વારા જ ઘણા પ્રોટીનનું કદ અને આકાર જાહેર કરવામાં આવ્યો છે. 190 દેશોમાં 20 લાખથી વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે

Most Popular

To Top