સુરતઃ મા અંબેની આરાધનાના નવરાત્રિના પવિત્ર દિવસોમાં ગુજરાતમાં એક બાદ એક બની રહેલી દુષ્કર્મની ઘટનાઓએ રાજ્યને હચમચાવી મુક્યું છે. વડોદરા બાદ હવે સુરતમાં સગીરા સાથે ગેંગરેપ થયો છે. 3 નરાધમોએ માસૂમ સગીરાને બેરહેમીથી પીંખી નાંખી છે.
- રાજ્યમાં વધુ એક શર્મનાક ઘટના બની
- સુરતના માંગરોળના મોટા બોરસરા ગામમાં સામૂહિક દુર્ષકર્મની ઘટના બની
- મિત્રને મળવા ગયેલી સગીરાને ઉઠાવી જઈ ત્રણ નરાધમોએ રેપ કર્યો
- અજાણ્યા ઈસમોએ સગીરાના મિત્રને માર મારી ભગાડી દીધો
- નજીકમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું
- સુરત જિલ્લા રેન્જ IG,સુરત જિલ્લા પોલીસ વડા ,LCB,SOG અને કોસંબા પોલીસ સ્થળ પર
- પીડિતા ના પરિવારના નિવેદનો લેવાના શરૂ કર્યું, હાલ પોલીસે ડોગ સ્કવોડની મદદ લેવાઇ
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને એકાંતમાં મળવા ગઇ હતી હતી. ત્યારે ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું છે.
વડોદરામાં પણ મિત્રને મળવા ગયેલી સગીરા બળાત્કારનો ભોગ બની હતી
વડોદરામાં પણ ચાલુ નવરાત્રિમાં મિત્રને મળવા ગયેલી સગીરા બળાત્કારનો ભોગ બની હતી. વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં 4 ઓક્ટોબરના રોજ તેના મિત્ર સાથે રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ બેઠી હતી. તે દરમિયાન મોપેડ અને બાઈક પર પાંચ જેટલા શખસો તેમની પાસે આવ્યા હતા. જેમાંથી બે શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. જ્યારે બાકીના ત્રણ જણાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચાર્ય બાદ મોબાઇલની લૂંટ કરીને ભાગી ગયા હતા.
જેના પગલે જિલ્લા પોલીસ સહિત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી. ત્યારબાદ મોબાઈલની લૂંટ કરીને ત્રણેય જણા ફરાર થઈ ગયા હતા. સગીરા મોડે સુધી ઘરે નહીં પહોંચતા તેની માતાએ ફોન કર્યો હતો જે આરોપી એ રીસીવ કરી લેતા જ લોકેશન ટ્રેસ થઈ ગયું હતું અને ક્રાઈમ બ્રાન્ચે ગેંગરેપ કરનાર મુન્ના અબ્બાસ બનજારા,મુમતાજ બનજારા અને શાહરૂખ બનજારા ને ઝડપી પાડ્યા હતા.