Charchapatra

સ્વાતંત્ર્યસેનાની માર્ગો જાહેર કરવા જરૂરી છે

જાણકારી અનુસાર સુરત શહેરના અનેક વિસ્તારોમાં ઠેરઠેર 1942 ની હિન્દ છોડો ચળવળ દરમિયાન અઢળક યુવા ક્રાંતિકારીઓ ઉપર બ્રિટિશરોએ મીઠાના પાણીમાં બોળેલી ચાબુકથી નગ્નાવસ્થા કરી બેરહમીથી ફટકાર્યા બાદ જેલવાસ પણ કરાવ્યો હતો. આ બાબતની નોંધ,આઝાદ ભારત બાદ જે તે વખતની સત્તાધારી કોંગ્રેસ પક્ષની સરકાર સમક્ષ વારંવારની રજૂઆતો દેશભરના તમામ રાજકીય પક્ષ દ્વારા સાચ્ચે જ સેનાનીઓની ખરી કદરદાનીના ભાગરૂપ માંગ કરાઇ હતી.

આ મુદ્દાઓ ઉપર સર્વપક્ષીય સહમતી બાદ દેશભરના તમામ ધર્મ – જાત અને વર્ગના આવા નિડર અને સાહસિકોને ,દેશપ્રેમીઓને સ્વાતંત્ર્ય સૈનિક તરીકેનું બિરુદ આપી જાહેર સમ્માન સમારંભ બાદ જે તે સ્વાતંત્ર્ય સંગ્રામના ભાગીદારોને કોંગ્રેસના રાજમાં ‘જ દર મહિને આજીવન યથોચિત રકમનું જિલ્લા તિજોરી કચેરીએથી પેન્શન ચૂકવણા કરી ખરા અર્થમાં એક સુચારુ અને આજીવન નોંધપાત્ર  પ્રશંસનીય સામાજિક કાર્ય હતું,જેને આજની તારીખે પણ દેશવાસીઓ સહૃદય બિરદાવી રહ્યાં છે.

આવા પ્રકારના દેશના હિતાવહ અને મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર તમામ સ્વર્ગીય સ્વાતંત્ર્ય સંગ્રામના હિસ્સેદારોની ચિરંજીવ સ્મૃતિ ખાતર અને જે તે સમાજના આવા તમામ સૈનિકોને એમનાં પરિવારોને પણ માન ખાતર જે તે વિસ્તારના સૌ કોઈ સુજ્ઞ સ્વાતંત્ર્ય સૈનિકોના જન્મસ્થાન નજીકના મહોલ્લા કે નજીકના નાના મોટા અનેક માર્ગ ઉપર સુરત મહાનગરપાલિકાના હાલના સત્તાવાળાઓ સામે શાસકોએ એમના નામાભિધાન જાહેર કરીને કાયમી સ્મૃતિ હેતુસર તરતપાસ કરી કરાવી,ખરાઈ કરીને સ્વાતંત્ર્ય સેનાની માર્ગ પર એવા તમામ સ્વર્ગીય સૈનિકો માટે જે તે ઘર પરિવાર અને લાગતાવળગતા તમામ સમાજના સહુ કોઈ નગરજનોને  આઝાદીકા અમૃત મહોત્સવના નામે દેશભરમાં જે રીતે ખર્ચાળ કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે આવા જાહેર માર્ગ ઉપર સ્વાતંત્ર્ય સૈનિક માર્ગ જાહેર કરાવી ખર્ચાભેગા નહિવત ખર્ચાઓ માટે વિરોધપક્ષ પણ કોઈ વિરોધ નહીં કરશે, એવો આશાવાદ વ્યક્ત
કરું છું.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top