World

ઝાકીર નાયકના સૂર બદલાયાઃ પાકિસ્તાનમાં કર્યા ભારત અને હિન્દુઓના વખાણ, જુઓ વીડિયો…

નવી દિલ્હીઃ ભારતમાંથી ભાગેડુ જાહેર કરાયેલા ઈસ્લામિક વિદ્વાન ઝાકિર નાઈક હાલમાં પાકિસ્તાનમાં છે, જ્યાં તેઓ રાજ્યના અતિથિ તરીકે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ઝાકીરે પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાનની એરલાઈન્સની આકરી ટીકા કરી.

તેમણે કહ્યું કે તે પાકિસ્તાન સરકારના આમંત્રણ પર મહેમાન તરીકે આવ્યા હતા તેમ છતાં પાકિસ્તાનની એરલાઈન્સે તેમના લગેજના પૈસા વસૂલ કર્યા હતા. જો તેઓ ભારતમાં રોકાયા હોત તો ત્યાંની (ભારતની) એરલાઇન કંપનીએ તેમનું નામ સાંભળીને જ લગેજ ફી માફ કરી દીધી હોત.

પોતાની સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા ઝાકિર નાઈકે કહ્યું કે હું એરપોર્ટ પર હતો. મારી પાસે હજારો કિલો સામાન હતો. મને એરપોર્ટ પર રોકવામાં આવ્યો. મેં પાકિસ્તાન એરલાઈન્સના સીઈઓથી લઈને કન્ટ્રી મેનેજર અને એરપોર્ટ મેનેજર સુધીના અધિકારીઓ સાથે વાત કરી.

તેમણે કહ્યું કે તે મારા માટે કંઈ પણ કરશે. મેં કહ્યું કે અમે કુલ 6 જણા જઈ રહ્યા છીએ. અમારી પાસે 500-600 કિલો વધુ માલ હતો. તેના પર એરપોર્ટ અધિકારીઓએ કહ્યું કે કોઈ સમસ્યા નથી. અમે 50 ટકા ભાડું માફ કરીશું. મેં કહ્યું કે જો હું 50 ટકા ડિસ્કાઉન્ટના બદલામાં 4 લોકોને લાવીશ તો તે સસ્તું થશે. આપવી હોય તો મફતમાં કરો નહીં તો પૂરી રકમ લો. એમ કહીને મેં તેમની ઓફર ફગાવી દીધી હતી.

નિવેદન સાથે સંબંધિત વીડિયો વાયરલ થયો
જ્યારે ઝાકિર નાઈક પાકિસ્તાનનો પર્દાફાશ કરી રહ્યા હતા ત્યારે તેમના નિવેદન સાથે સંબંધિત વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને @_phoenix_fire દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. ક્લિપમાં ઝાકિર કહી રહ્યો છે કે મારા પાસપોર્ટ પર સ્ટેટ ગેસ્ટ લખેલું હતું. તેમ છતાં મારી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માટે 1 કિલો વજન દીઠ 110 રિંગિટ (2310 રૂપિયા) છે. મને આ વાતનું ખૂબ જ દુઃખ થયું. જો હું ભારતમાં રહેતો હોત તો ત્યાંના કોઈપણ હિન્દુએ કહ્યું હોત કે તે ઝાકિર નાઈક છે. તે ગમે તે કહે, તે સાચું કહેશે અને સત્ય સિવાય બીજું કશું કહેશે નહીં.

Most Popular

To Top