Charchapatra

બહાદુર ક્રાંતિકારી ઉધમસિંહ

બહાદુર ક્રાંતિકારી ઉધમસિંહ જલિયાવાલા બાગમાં નિર્દોષ સ્ત્રી-પુરુષોની નિર્મમ હત્યા કરનાર જનરલ ડાયર પર ગોળી ચલાવી અને એ બહાર નીકળતો હતો ત્યારે એને અટકાવવાની બીજા કોઇની હિંમત નહોતી. પરંતુ એક અંગ્રેજ મહિલાએ ખંડના દરવાજાની વચ્ચે હાથ ફેલાવીને ઊભી રહી ગઇ અને એણે પિસ્તોલધારી ક્રાંતિકારી ઉધમસિંહનો રસ્તો રોક્યો. ઉધમસિંહ ઊભા રહી ગયા.

અંગ્રેજ સાર્જન્ટે એમને ગિરફતાર કર્યા અને એમને ફાંસીની સજા થઇ. આ સમયે જેલમાં પેલી અંગ્રેજ મહિલા ઉધમહસિંહને મળવા આવી અને પૂછ્યું હું રસ્તો રોકીને ઊભી હતી ત્યારે તમે મારી પર ગોળી કેમ ન ચલાવી. ઉધમસિંહે હસતા ચલાવી કહ્યુ સ્ત્રીઓ નિર્દોષ માનવીઓ, નિરાજ લોકો, બાળકો કે વૃધ્ધો પર અત્યાચારી અંગ્રેજો જ ગોળી ચલાવી શકે. હિન્દુસ્તાની સંસ્કૃતિ સ્ત્રીજાત પર આવો પ્રહાર કરવાનો પ્રતિબંધ ફરમાવે છે.
સુરત- ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

છેતરાવુ એ માનવ સ્વભાવની નબળાઈ છે
રામાયણ કાળથી બનતું આવ્યુ છે, ખાસ કરીને બ્હેનો લાલચમાં ઝટ લપટાય જાય છે. રાવણે સુવર્ણ મૃગની ચામડી ધારણ કરીને લલચાવી સીતા અપહરણનો ભોગ બની. આજ આ સીલસીલો ચાલુ છે સોનાના ઢોળ ચઢાવેલા દાગીના ગીલીટ કરાવવાના બ્હાને એસીડમાં ઓગાળી નાંખે છે, બે ચાર અસલી સિક્કા બનાવી બાકીના નકલી સિક્કા પધરાવી રફૂચક્કર થઈ જાય છે, આવા બનાવો વર્ષોથી બને છે, વાંચે પણ છે અને જાણે પણ છે પણ સીતા જેવી લાલચુ બ્હેનો ઝટ ભોગ બને છે.
અડાજણ – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top