World

લેબનોન યુદ્ધ પર ઇઝરાયેલ-ફ્રાન્સ ટકરાયા: મેક્રોને કહ્યું- ઇઝરાયેલને હથિયારોની સપ્લાય બંધ કરો

લેબનોનમાં ઇઝરાયલી હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશનને લઇને ફ્રાન્સ અને ઇઝરાયેલ વચ્ચે મતભેદો વધ્યા છે. ઇમેન્યુઅલ મેક્રોને 5 ઓક્ટોબરે કહ્યું હતું કે ઇઝરાયેલને ગાઝામાં લડવા માટે હથિયારો મોકલવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ શનિવારે કહ્યું કે ફ્રાન્સ અમારું સમર્થન ન કરે તો પણ અમે આ યુદ્ધ જીતી શકીએ છીએ. રાષ્ટ્રપતિ મેક્રોનને તેમના શબ્દો પર શરમ આવવી જોઈએ.

નેતન્યાહુએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે ઈઝરાયેલ હિઝબોલ્લાહ જેવા દળો સામે લડી રહ્યું છે જે આતંક ફેલાવે છે. તમામ સંસ્કારી દેશોએ ઈઝરાયેલના સમર્થનમાં મક્કમતાથી ઊભા રહેવું જોઈએ. વાસ્તવમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને 5 ઓક્ટોબરે કહ્યું હતું કે ઇઝરાયેલને ગાઝામાં લડવા માટે હથિયારો મોકલવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પછી આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

આ તરફ નેતન્યાહુના નિવેદન બાદ મેક્રોનના કાર્યાલયે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે ફ્રાન્સ ઈઝરાયેલનું કટ્ટર મિત્ર છે. તે ઈઝરાયેલની સુરક્ષાને સમર્થન આપે છે. જો ઈરાન કે તેના પ્રોક્સીઓ હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયેલ સાથે ઉભું રહેશે. જોકે ઇમેન્યુઅલ મેક્રોને ઇઝરાયેલને ગાઝામાં લડવા માટે હથિયારો મોકલવા પર પ્રતિબંધ મૂકવાની પણ વાત કરી હતી.

ઈઝરાયેલે રવિવારે સવારે બેરૂતમાં હિઝબુલ્લાહના સ્થાનો પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન હથિયારોની ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાના થોડા સમય બાદ પણ બિલ્ડિંગમાંથી બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઇઝરાયેલે શનિવારે રાત્રે બેરૂતમાં રફીક હરીરી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અનેક હવાઇ હુમલા કર્યા હતા. કેટલાક હુમલા એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર અને કેટલાક એરપોર્ટની દિવાલ પર થયા હતા. જો કે આ સમયગાળા દરમિયાન પણ બેરુત જતી અને આવતી ફ્લાઇટ્સ ચાલુ રહી હતી.

લેબનીઝ PMએ કહ્યું- ઇઝરાયેલ પર યુદ્ધવિરામ માટે દબાણ કરો
લેબનીઝ વડાપ્રધાન નજીબ મિકાતીએ યુદ્ધવિરામ માટે ઈઝરાયેલ પર દબાણ લાવવા અપીલ કરી છે. મિકાતીએ કહ્યું કે તેઓ સમજૂતી સુધી પહોંચવા માટે યુએસ અને ફ્રાંસના પ્રયાસોને સમર્થન આપે છે.

ઇઝરાયેલી સંરક્ષણ દળે શનિવારે કહ્યું કે તેણે હિઝબુલ્લાહના ઘણા કમાન્ડ સેન્ટરો, હથિયારોના ડેપો, ટનલ અને બેઝને નષ્ટ કરી દીધા છે. IDFએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થયા બાદ તેઓએ હિઝબુલ્લાહના 440 સભ્યોને મારી નાખ્યા છે. IDF એ શનિવારે રાત્રે જણાવ્યું હતું કે તેણે બેરુતમાં હિઝબુલ્લાહના શસ્ત્રોના ડેપો અને અન્ય ઘણા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલની સેનાએ કહ્યું કે હિઝબુલ્લાહ તેના હથિયારો રહેણાંક વિસ્તારોમાં છુપાવે છે. જેના કારણે તે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂકે છે.

Most Popular

To Top