Charchapatra

ઉંમર એક  માત્ર સંખ્યા છે

age is only a number. ( ઉંમર એ એકમાત્ર સંખ્યા છે ) આ વિષય ઉપર સીનીયર સીટીઝન એસેમ્બલી, અઠવા લાઇન્સ , સુરત નામક સંસ્થા દ્વારા તેમના સભ્યો માટે વક્તવ્ય આપવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. સંસ્થાના લગભગ ૨૫૦ જેટલા સભ્યમાંથી ૧૮ સભ્યએ આ વિષય ઉપર પોતપોતાના સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા.હવે આ ઉક્તિને લગતો એક જીવતો જાગતો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જે જાણવા જેવો હોવાથી અંહી રજૂ કર્યો છે. સી.રાધાક્રૂષ્ણ રાવ ૬૦ વર્ષની ઉંમરે અંહી રિટાયર થયા પછી તેમના પૌત્ર સાથે તેમની દીકરીને ત્યાં અમેરિકા રહેવા ગયા છે.

ત્યાં ૬૨ વર્ષની ઉંમરે તેઓ પીટર્સબર્ગ યુનિ. માં પ્રોફેસર બન્યા. ૭૦ વર્ષની ઉંમરે પેનિસેલ્વિનિયા યુનિ. માં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બન્યા.૭૫ વર્ષની ઉંમરે અમેરિકાની સીનીયર સિટિઝનશિપ મળી અને ૮૨ વર્ષની ઉંમરે નેશનલ મેડલ ફૉર સાયન્સ , વ્હાઇટ હાઉસનું સન્માન મળ્યું.અત્યારે ૧૦૨ વર્ષની ઉંમરે તેમને સ્ટેટેસ્ટિકસનું નોબેલ પ્રાઇઝ એનાયત થયુ.આપણા દેશે ૧૯૬૮માં પદ્મભૂષણ અને ૨૦૦૧માં પદ્મવિભૂષણના ખિતાબથી નવાજ્યા છે.તેમના કહેવા પ્રમાણે રિટાયરમેન્ટ પછી આપણા દેશમાં તેમનો કોઈ ભાવ પૂછતું નહોતું. તેમના મિત્રો પણ સ્કોલરશીપને નહી , પાવરને જ મહત્વ આપતા હતા..આજે ૧૦૨ વર્ષની વયે એકદમ સ્વસ્થ તબિયત સાથે નોબેલ પ્રાઇઝ મેળવનાર કદાચ તેઓશ્રી પ્રથમ વ્યક્તિ છે. આપણા દેશે અને આપણે સૌએ ગૌરવ લેવા જેવી બાબત છે.Age is just a number , willingness to work and excel always matter એ વાત તેમણે સિધ્ધ કરી બતાવી છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top