Chhotaudepur

નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ

બિલ્ડીંગના પ્લીન્થની કામગીરીમાં કાળી માટી પૂરતા ગઢબોરીયાદના સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકે પી આઈ યુ વિભાગના અધિકારીઓને લેખિતમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ રિપોર્ટ કર્યો

સફેદ અને પીળી માટી પૂરવાની જગ્યાએ કોન્ટ્રાકટરે કાળી માટી પુરી

પી આઈ યુ વિભાગ આ બિલ્ડીંગના બાંધકામ ની કામગીરી સંભાળી રહ્યું છે માટી પુરાણ વખતે એક પણ અધિકારી હાજર ના હતા

અધિકારીઓ વિના કામગીરી થતી હોવાથી કામની ગુણવત્તા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે પાંચ કરોડના ખર્ચે બિલ્ડીંગ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી થતા આરોગ્ય વિભાગના પી.આઈ.યુ વિભાગના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. હાલ બિલ્ડીંગનું કામ પ્લીન્થ લેવલ સુધી પહોંચી ગયું છે. બિલ્ડીંગ નું કામ આગળ વધારવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા માટી પુરાણ બિલ્ડીંગમાં કરવામાં આવતું હતું. જેમાં કાળી માટીનું પુરાણ કરતા હોવાથી સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક આ જોઈને ચોકી ઉઠ્યા હતા. પ્લીન્થમાં કાળી માટી પૂરવાનો નિયમ નથી. કાળી માટી પૂરતા હોવાથી બિલ્ડીંગના સ્ટ્રક્ચરને નુકશાન થાય તેમ છે. જેને લઈને પી આઈ યુ વિભાગના અધિકારીઓને સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક આર.બી.પરમારે પત્ર લખ્યો છે અને સમગ્ર મામલો બહાર પડ્યો છે. પી.આઈ.યુ વિભાગના ડેપ્યુટી ઈજેનર પ્રદીપ મકવાણાને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું કે કાળી માટી પૂરવાનો જે અમારા ધ્યાનમાં આવ્યું છે. જેથી નિયમ મુજબ કામગીરી કરવા કોન્ટ્રેકટરને પણ સૂચના આપી છે. અહીં સવાલો ઉભા થાય છે કે માટી પુરવામાં નિયમોનું ઉલંઘન કરનાર કોન્ટ્રાકટર બિલ્ડીંગની કામગીરીમાં નિયમો શું પાળતા હશે. અધિકારીઓએ પણ કામગીરીના સમયે હાજર રહેવાનું હોય છે. પરંતુ અધિકારીઓ માટી પુરાણ વખતે પણ હાજર ના હતા. કોન્ટ્રાકટરો આ રીતના વિકાસની મલાઈ ખાવામાં અને પોતાનો ખર્ચો બચાવવા નિયમો હેઠે મૂકી કામગીરી કરતા હોય છે અને બિલ્ડીંગો બનાવી દેતા હોય છે. જેથી આદિવાસી વિસ્તારમાં વર્ષો પછી કરોડો રૂપિયાના ખર્ચ થતો વિકાસને પણ ડાઘ લાગે છે. વિકાસના કામોમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવતું હોવાથી 3 -4 વર્ષમાં જ કામગીરીની પોલો ખુલવા માંડે છે અને સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી જાય છે

Most Popular

To Top