19મી જાન્યુ. ના ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકના અહેવાલ મુજબ એક ફાયનાન્સ કંપનીમાં સોનાની ઢોળ ચઢાવેલી ધાતુ ગીરવે મૂકી લોન મેળવી છેતરપીંડી કરી ! જ્યારે કોઈપણ બેંક કે ફાયનાન્સ કંપની સોના ઉપર લોન આપે ત્યારે સંપૂર્ણપણે ચોકસાઈ કરી ને જ લોન આપે એ વાત હકીકત અને સર્વે વિદિત છે ! ઢોળ ચઢાવેલું સોનુ કસોટીએ ચઢતા તરત જ પરખાય જાય છે.
જ્યારે લોનની બાબત હોય ત્યારે કોઈપણ બેંક કે ફાયનાન્સ કંપની પોતાના સોની કે ચકાસણી કરનાર વ્યકિતનો મત અવશ્ય લે જ છે. તો પાંચ લાખ સુધીની લોન આપતાં પહેલાં આ કિસ્સામાં ફાયનાન્સ કંપનીએ ચકાસણી ન કરી હશે ?
લોન લેનારા અવશ્ય ગુનેગાર કહેવાય પણ ચોકસાઈ ન કરનારા પણ એટલા બાબતોની ચકાસણી કરી ‘‘પ્રુફ’’ માંગે જ છે. જામીન પણ લોન માટે અનિવાર્ય ગણાય. તો ઉર્પયુક્ત છેતરપીંડીમાં કશું ધ્યાનમાં લેવામાં ન આવ્યું હશે ? સર્તક્તા બંને પક્ષે આવશ્યક.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.