કલાઈમેટ ચેન્જની અસરોને ધ્યાન રાખીને વિશ્વનાં ઘણાં શહેરોના પ્લાનિંગ અને ‘સાયકલ ફ્રેન્ડલી’ કરવામાં આવેલ છે. નોર્વેના બર્ગન શહેરમાં સાયકલસવાર અને રાહદારીઓ માટે વિશ્વની સૌથી લાંબી ત્રણ કિલોમીટરની ટનલ બનાવવામાં આવી છે. કોપનહેગનમાં આશરે 62 ટકા નાગરિકો ઓફિસ અને સ્કૂલ જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. કોલંબિયાના શહેર બોગાટા વિશ્વના સૌથી વધુ ભીડવાળાં શહેરોમાં ટોચના ત્રણમાં સ્થાન ધરાવે છે. ત્યાંની સરકાર દ્વારા કારને બદલે સાયકલ રાઈઝીંગને પ્રોત્સાહન આપીને ટ્રાફિક ઘટાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. એન્ટવર્પ યુરોપનું બીજા નંબરનું સાયકલ ફ્રેન્ડલી શહેર છે. જાપાનની રાજધાની ટોકિયોને પણ સાયકલ ફ્રેન્ડલી બનાવવા માટે સાયકલો માટે મલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે.
ચોમાસાના ભારે વરસાદના સમયે જે વ્યક્તિને સમય છે અને બહુ દૂરના સ્થળે ન જવાનું હોય તેના માટે આજના ગીચ ટ્રાફિકમાં આજનું સૌથી શ્રેષ્ઠ વાહન સાયકલ ગણી શકાય. જેમાં નીચે પ્રમાણેના નોંધપાત્ર ફાયદાઓ ગણી શકાય. પેટ્રોલ ડીઝલનો ખર્ચ થતો નથી, રસ્તા પરના ચોમાસાના પાણીમાં વાહન બંધ થવાની બીક વગર ચલાવી શકાય છે. શરીરની ફીટનેસ માટે દોડવા અને ટેનીસ રમવા કરતાં સાયકલીંગ વધુ સારી ગણાય છે. જીવલેણ અકસ્માત જવલ્લે જ થાય છે. પ્રદૂષણ અટકાવે છે. રીપેરીંગ નહિવત્ હોઇ બિનપર્યાપ્ત છે. અન્ય વાહનોની મોંઘી કિંમતના પ્રમાણમાં સાયકલ સસ્તી છે. બસની, વાહનની રાહ જોયા વગર સમય જાળવીને નિયત સ્થળે સમયસર પહોંચી શકાય છે.
ખર્ચાળ હેલ્મેટની જરૂર નથી. તાજેતરમાં નેધરલેન્ડના પ્રમુખે રાજીનામું આપેલ ત્યારે રાજીનામા બાદ પોતાની બહાર લોક કરેલ સાયકલ ખોલીને સાયકલ પર બેસીને નીકળી ગયાનો ફોટો મિડ્યામાં બહાર આવેલ જે આજની સાયકલની અગત્ય સાબિત કરે છે જે સરળ અને સાદા રાજકારણી પણ ઘરની નજીક સ્કૂલે ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ સ્કુટી સ્કુટરને બદલે માત્ર અત્યંત ઉપકારક સાયકલનો જ ઉપયોગ કરવાની જરૂર છે. વાલીઓએ તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સાયકલનો જ આગ્રહ રાખવાની જરૂર છે. રાજય સરકારે પણ પરદેશની ઉપરોકત ઘટનાની જેમ સાયકલ ફ્રેન્ડલી કરવાના ઉપાયો જેવા કે સાયકલ માટે અલગ રસ્તાઓ, ટનલ, અલગ પાર્કીંગ કરીને વધતા જતા પ્રદૂષણને અટકાવવાની જરૂર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.