Business

આ છે મહામારીઓનો ઈતિહાસ

સમયાન્તરે નવા નવા રોગો નવા નામથી પગપેસારો કરી રહ્યા છે પણ ઊંડાણથી અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે જોગાનુજોગ ઇ.સ.ની ગણતરીમાં રોગોને વીસના આંકડા સાથે સારો ઘરોબો હોય. જેમ કે ઇ.સ. 1720માં પ્લેગ આવ્યો હતો ત્યારે વિશ્વનાં લાખો લોકોનાં મોત થયાં હતાં. 20 ટકા વસ્તી આ મહામારીમાં હોમાઈ ચૂકી હતી. તે સમયે આફ્રિકાય યુરોપ, એશિયામાં લગભગ સાત કરોડ લોકોએ જીવ ખોયા હતા. પ્રકોપ એટલો ખતરનાક હતો કે રાત્રે માણસ એકદમ સ્વસ્થ સૂતો હોય અને સવારે ‘શબ’ થઇને સૂતો જ રહે.

ચેપના ભયથી લોકો ‘શબ’ને ગામના પાદરે અથવા એકબીજાની શેરીઓમાં રાત્રિના અંધકારમાં છોડી આવતા, ત્યાર બાદ 1820માં ભયાનક કોલેરા ફાટી નીકળ્યો હતો જેની શરૂઆત થાઈલેન્ડથી થઇ હતી અને ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ વિગેરેને લપેટમાં લઇ લીધા હતા. 1910 થી 1911ની વચ્ચે આ રોગ ભારત, મધ્યપૂર્વ આફ્રિકા, પૂર્વ યુરોપ, રુસ સુધી ફેલાઈ ચૂકયો હતો. ઝાડા-ઉલટી સાથે માનવી શરીરનું સંપૂર્ણ પાણી ગુમાવી બેસતો અને મૃત્યુને શરણ થતો, જેને લોકો દેવીપ્રકોપ સમજતા, ત્યાર બાદ 1919, 20માં ફલુ આવ્યો જેણે દુનિયાની એકતૃતીયાંશ વસ્તીનો ખાત્મો બોલાવ્યો. આ વાયરસે સ્પેનમાં ખૂબ તબાહી મચાવી હતી. ત્યાર બાદ 2019,20માં કોવિડ (કોરોના) આવ્યો જેનો પ્રકોપ આપણે જોઇ ચૂકયા છીએ.
સુરત     – રેખા પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top