National

દિલ્હી પોલીસે બે હજાર કરોડથી વધુ કિંમતનું 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું, ચારની ધરપકડ

દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 500 કિલોથી વધુ કોકેઈનનો જથ્થો ઝડપ્યો છે. જેની કિંમત બે હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ હવે પકડાયેલા ચાર આરોપીઓની પૂછતાછ કરી વધુ વિગત મેળવી રહી છે.

દિલ્હીમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે 2000 કરોડથી પણ વધુની કિંમતનું ડ્રગ્સ કબ્જે કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 560 કિલોથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું છે. તેની કિંમત 2 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ રાજધાનીમાં કેવી રીતે આવ્યું તે અંગેની પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ હવે આ ડ્રગ્સ માફિયાઓના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. કોકેઈન આટલી માત્રામાં રાજધાનીમાં કેવી રીતે આવ્યું? આ ગેંગના કયા લોકો સાથે કનેક્શન છે? કોણ છે આ ગેંગનો લીડર? આવા અનેક સવાલોના જવાબ માટે દિલ્હી પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે.

Most Popular

To Top