SURAT

સ્ટોક માર્કેટ ફર્મ શેરખાનના લાખો ગ્રાહકોના ડેટા લીક થયા, આ મેઈલ વાંચી રોકાણકારો દોડતા થયા

સુરત : શેરબજારમાં રોકાણનો ક્રેઝ વધ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં રોકાણકારો ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માંડયા છે. આવી સ્થિતિમાં રોકાણકારોના ખાનગી ડેટા બ્રોકરેજ કંપનીઓ પાસે છે, આવા સંજોગોમાં જો ડેટા લીક થાય તો લાખો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ તેવા સંજોગો ઉભા થઈ શકે છે અને આવું એક જાણીતી બ્રોકરેજ ફર્મના ગ્રાહકો સાથે બન્યું છે.

ભારતની રિટેલ બ્રોકરેજ ફુલ-સર્વિસ બ્રોકરેજ ફર્મ શેરખાન સાથે જોડાયેલા ગ્રાહકોના ખાનગી ડેટા લીક થયાની જાણ કંપનીએ તેના હજારો ગ્રાહકોને તાકીદનો ઇમેઇલ મોકલી સાવચેત રહેવા જણાવ્યું છે, અને સાથે સાથે ગ્રાહકોને નજીકની બ્રાંચનો સંપર્ક કરવા અપીલ કરી છે.

28 વર્ષ જૂની આ કંપની 30 લાખથી વધુ ભારતીય ગ્રાહકો ધરાવે છે. 1100 શહેરોમાં આ કંપનીનું નેટવર્ક છે. 1010 શહેરોમાં 4240 ફ્રેન્ચાઈઝી અને 131 શાખાઓ સાથે મજબૂત નેટવર્ક ધરાવનાર સ્ટોક માર્કેટ કા શેરનું ટાઇટલ ધરાવનાર શેરખાનનાં એકાઉન્ટ હોલ્ડર, રોકાણકારોનાં ડેટા લીક થયાની વાત આજે વાયુ વેગે ફેલાઈ હતી.

ઇક્વિટી, ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, રિસર્ચ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્વેસ્ટર એજ્યુકેશન સર્વિસિસ ક્ષેત્રમાં કામ કરનાર કંપનીએ જાતે ગ્રાહકોને ઈમેલ કરી જાણ કરી હતી. શેરખાનમાં ખાતું ધરાવનાર ગ્રાહકે જણાવ્યું હતું કે, ગ્રાહકનું નામ, સરનામું, ઈમેલ આઇડી, ડિમેટ એકાઉન્ટ નંબર સાથેનો મારો ડેટા લીક થયો છે. હું એ એકાઉન્ટ હોલ્ડર પૈકીનો એક છું જેનો ડેટા લીક થયો છે.

એ લિસ્ટમાં તમારું પણ નામ છે. સુરત સહિત ગુજરાતના ઘણા ગ્રાહકોને આ ઈમેલ મળ્યો છે. આ મામલે શેરખાનની સ્થાનિક કચેરીનો સંપર્ક કરતા તેઓની પ્રતિક્રિયા મળી નથી. આવતીકાલે સ્થિતિ સ્પષ્ટ થશે. શેરખાન દેશની પાંચમી સૌથી મોટી ફુલ-સર્વિસ ફર્મ અને ભારતની ટોપ 10 સૌથી મોટી સ્ટોક બ્રોકર કંપની છે.

શેરખાન ભારતમાં ઓનલાઈન વેપારના અગ્રણી તરીકે એક છે. તે સિક્યોરિટીઝ બ્રોકરેજ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન, શેર સામે લોન, કર્મચારી સ્ટોક ઓનરશિપ પ્લાન ધિરાણ, IPO ધિરાણ અને સંપત્તિ વ્યવસ્થાપન સહિત નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની શ્રેણી ધરાવે છે.

શેરખાને ગ્રાહકોને મોકલેલા ઇમેઇલમાં આ જણાવ્યું
પ્રિય ગ્રાહકો, જેમ તમે જાણો છો, શેરખાનમાં, અમે અમારા ગ્રાહકોની ડેટા સુરક્ષાને ખૂબ જ ઉચ્ચ પ્રાથમિકતા તરીકે લઈએ છીએ. જો કે, કેટલાક દૂષિત ખેલાડીઓએ અમારા કેટલાક ગ્રાહકો વિશે કેટલીક વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરવામાં વ્યવસ્થાપિત કરી છે, જેમાં નામ, ફોન નંબર, ઇમેઇલ ID, ગ્રાહક ID, ડિપોઝિટરી ID, ડિપોઝિટરી નંબર, ડિપોઝિટરીનું નામ (NSDL/CDSL), અને PAN કાર્ડ નંબર.

કમનસીબે, તમારા એકાઉન્ટને તેમાંથી એક તરીકે ઓળખવામાં આવ્યું છે. જેમની માહિતી સાથે ચેડા કરવામાં આવ્યા હતા. અમે ભારપૂર્વક જણાવવા માંગીએ છીએ કે કોઈ નાણાકીય ડેટા (વ્યવહારો, અસ્કયામતો અને તેથી વધુ), પાસવર્ડ્સ અથવા બેંક વિગતો લીક થયેલી માહિતીનો ભાગ નથી.

વધુમાં, અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે માત્ર થોડી સંખ્યામાં ગ્રાહકોને અસર થઈ હતી. નિશ્ચિત રહો, એકવાર અમે ડેટા લીંકની ઓળખ કરી લીધા પછી, પર્યાપ્ત ઉપચારાત્મક તેમજ રક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યા છે. તમારા શેરખાન એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે અમે જે વ્યાપક પગલાં લઈએ છીએ તે અહીં છે: પ્રશ્નોના કિસ્સામાં, તમારા રિલેશનશિપ મેનેજર, બ્રાન્ચ મેનેજર અથવા શેરખાન ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરો.

Most Popular

To Top