Charchapatra

જનરેશન ગેપ

જનરેશન ગેપ શબ્દ વર્ષોથી ચાલતો આવ્યો છે. તે માત્ર બાપ અને દીકરા વચ્ચે નથી હોતો, તે ધંધામાં દરેક ક્ષેત્રે પણ હોય જ છે. હું જયારે ધંધો કરતો હતો ત્યારે જે જૂના વેપારીઓ હતા તેઓ નિવૃત્ત થતા ગયા અને તેમનો કાર્યભાર તેમનાં યુવા સંતાનોએ સંભાળવા માંડ્યો. મારી પણ ઉંમર થઇ હોઈ નવી પેઢી સાથે મનમેળ બેસે નહીં તેથી મેં પણ મારું કામકાજ ધીમે ધીમે છોડી મારા દીકરાને સોંપવા માંડ્યું કારણ કે ઉંમરનો ગેપ નવી અને જૂની પેઢીનો થયો હોઈ સામે નવી પેઢી આવી ગઈ તે મને હવે અંકલ કહીને બોલાવે તે સ્વાભાવિક છે.

મને ભાઈ કે શેઠ કહીને બોલાવનારા વેપારીઓ નિવૃત્ત થયા છે એટલે આવકારમાં ફરક દેખાય છે તેથી ધંધાનું ટયુન પણ બેસે નહીં ત્યારે ઉંમરલાયક વ્યક્તિએ જો તેઓ જીદ્દી હોય તો જીદ છોડીને દુનિયા છોડતાં પહેલાં પોતે સમજીને પોતાનાં સંતાનોને ધંધો સોંપી દેવો જોઈએ જેથી તેઓ જમાના સાથે ઝડપથી મેચ થઇ શકે. તમે દીકરાને ધંધો સોંપીને માત્ર ધંધાની પ્રગતિ જોતાં રહો, નુકસાન થતું હોય તો સલાહ સૂચન આપતાં રહો જેથી ભૂલ થતી હોય તો કાર્યભાર સંભાળનાર સજાગ રહે, બાકી જનરેશન ગેપ તો સદાય રહેવાનો જ છે.
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આપણને સુખી થતા કોણ અટકાવે છે?
આપણી લઘુતાગ્રંથી આપણી માનસિકતા સુખી થતા અટકાવે છે આપણે કદી વિચારતા નથી આપણા સ્તરથી નીચેના સ્તરને (વર્ગને) જુઓ તેઓ કઇ રીતે રહે છે ઉપર આભ અને નીચે ધરતી ચોમાસું, શિયાળો અને ઉનાળાના સંકટ સામે તેઓ કઈ રીતે જજુમે છે તેની સરખામણીએ આપણી ઘણા સુખી છે ઉપલા સ્તરની રહી વિચાર કરશો તો આપણે દુખી દુખી થઇ જઇશું કારણ એક જ આપણે ઝાંઝવાના જળ પાછળ અવિરત દોટ મુકીએ છીએ.
અડાજણ          – અનિલ શાહ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top