તિરૂપતિના તિરૂમાલા વિસ્તારમાં તિરૂપતિ બાલાજીનું જગવિખ્યાત મંદિર આવેલું છે. એ મંદિરના દર્શનાર્થે લાખો ભકતોનો અવિરત પ્રવાહ બારેમાસ ચાલુ રહેતો હોય છે ત્યાં જે પ્રસાદ આપવામાં આવે છે, એ લાડુનો પ્રસાદ હોય છે. પ્રત્યેક યાત્રી ત્યાંથી લાડુનો પ્રસાદ ખરીદીને સાથે ઘેર પણ લેતો આવે છે. એ પ્રસાદ પણ બધે વહેંચવામાં આવે છે. આમ બાલાજીના લાડુનો પ્રસાદ વિશ્વવિખ્યાત બનતો રહ્યો છે.
હવે જે ભકતો સંપૂર્ણ શાકાહારી છે, એમને માટે દુ:ખદ બાબત એ જાહેર થઇ છે કે પ્રસાદના એ લાડુમાં વપરાતા ઘીમાં ઢોરની ચરબી અને માછલીનું તેલ ભેળસેળનારૂપમાં જોવા મળ્યા છે. આથી ભગવાનનાં ભકતોમાં વ્યાપક રોષ ફેલાયો છે. એટલું જ નહિ, ભકતોની ધાર્મિક ભાવનાને ભારે ઠેસ પહોંચી છે. તિરૂપતિના લાડુની જેમ અન્ય દેવસ્થાનોમાં બનતા લાડુના, મોહનથાળના કે મગજના પ્રસાદોમાં પણ આવું બિનઆરોગ્યપ્રદ ઘી તો નહિ નાંખવામાં આવ્યું હોય, એવી શંકાઓ ઊઠી છે. ભારતભરમાં આવાં હજારો ધાર્મિક સ્થળો છે, જયાં જથ્થાબંધ પ્રસાદો બને છે.
એ બધા શુદ્ધ ઘીમાંથી બનાવવાનો વણલખ્યો ધારો છે. પરંતુ લાંચિયા, ભેળસેળિયા અને ભ્રષ્ટાચારી વ્યક્તિઓ તથા વહીટવદારો આમ, પ્રસાદના લાડુ વગેરેમાં અશુદ્ધ બદી તાત્કાલિક બંધ થવી જોઈએ. પ્રસાદ માત્ર શુદ્ધ ઘીનો જ બનવો જોઈએ. ભેળસેળના દાખલારૂપ સજા કરવી જોઈએ. જો એમ નહિ થાય તો દેવસ્થાનો ઉપરની ભકતોની શ્રદ્ધા ઊઠી જશે.
સુરત – બાબુભાઈ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.