Charchapatra

 ‘સુખનું સરનામું’

બે જોડી સુખ-દુ:ખ માટે આપણે આખી જિંદગી હોમી દઈએ છીએ. પરંતુ પરમ સંતોષ નથી. આજે યંત્ર યુગના જમાનામાં માણસ પાસે શું સગવડ નથી. પરંતુ અદ્યુરપને અજંપો ક્યારેય એમના જીવન ફલક પર ઓછો થતો નથી. હાથ-વોશ કર્યા વિના શાંતિનો ક્યારેય અનુભવ કરી શકતો નથી. કારણકે સંતોષ ક્યારેય થતો નથી. જિંદગીભર કરોડોની સંપત્તિ, પૈસા ભૌતિક- સમૃદ્ધિ હોય છતાં મન ખાલીને ખાલી જ રહે છે. જિજિ વિષા ઉત્તરોત્તર વધે છે. પરંતુ ધરતી નથી. કોઈ વ્યક્તિને આપણે મળવા જઈએ છીએ.

ઓળખતા હોઈએ, પરંતુ એ ક્યાં રહે છે, એનો અતોપત્તો સ્થળની ખબર ન હોય સરનામું ન હોય તો તે વ્યક્તિ મળતી નથી,. અને એને શોધવી ભારે પડી જાય છે. અહીં બધુ જ પર્યાપ્ત છે. છતાં શોધવા જવાની ટેવ આપણને વરસો જૂની હોય છે. નરસિંહ મહેતા આપણાં ભગવાનના ભક્ત અને આદિકવિ હતા, વરસો પહેલાં લખી ગયા છે. ‘‘સુખ-દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ધડિયા’’ પરંતુ આપણું સુખ શાશ્વત રહેશે કે તુરંત છિનવાઈ જશે. એની ચિંતા, ઉદેગમાં દુ:ખના સહેજ પ્રવેશને શક્ય બનાવી દઈએ છીએ. આ બે સહોદર જેવા શબ્દો મનમાં ભલે ન રાખીએ પણ એ આપણો ક્યારેય સીધો છોડતો નથી. એ તો કુદરત નિર્મિત છે.
ધરમપુર   – રાયસીંગ ડી વળવી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top