Charchapatra

બીમારીને અંકુશમાં ધોરણે અને અસરકારક પગલાં લેવાની જરૂર

ગુજરાતમાં મચ્છરજન્ય બિમારીએ માથું ઉંચકયું અને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક અખબારી અહેવાલ અનુસાર સપ્ટેમ્બરના 10 દિવસમાં જ ડેન્ગ્યુના 2650 થી વધુ અને મેલેરિયાના 2150 થી વધુ અને ચિકનગુનિયાના 288 થી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બે વ્યક્તિનાં ડેન્ગ્યુથી મોત પણ થયા છે. ઓગષ્ટ મહિનાથી વાયરલ ઇન્ફેકશન અને મચ્છરજન્ય બીમારીના હોય છે. ડેન્ગ્યુનાં લક્ષણોમાં આ વખતે ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે.

સામાન્ય તાવથી શરૂ થઇ ડેન્ગ્યુની અસર લીવર, કિડની, ફેફસાં અને મગજ સુધી પહોંચે છે. જો બેદરકારી દાખવવામાં આવે તો દર્દીને મોતના મુખમાં પણ ધકેલી દે છે. આવા સંજોગોમાં સરકારે યુદ્ધના ધોરણે કડક નક્કર અને અસરકારક પગલાંઓ લઇ વાઈરલ ઇન્ફેકશન અને મચ્છરજન્ય બીમારીને અંકુશમાં લેવાની જરૂર છે અને વ્યાપક ધોરણે દવાનો છંટકાવ કરવાની પણ તાતી જરૂર છે.
પાનલપુર          – મહેશ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બુલેટ ટ્રેન અને પર્યાવરણ
ભારત દેશ ખેતીપ્રધાન છે. આખા દેશમાં ભરપૂર પર્યાવરણ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં હરિયાળાં ખેતરો, વૃક્ષોની હારમાળા પરંતુ આજે દેશ સિમેન્ટ ક્રોકીંટનું જંગલ બનવાની દિશામાં છે. ‘એક પેડ મા કે નામ’ મોદીનું સૂત્ર. પરંતુ પોતાના અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ધરતીપુત્રની જમીનો-સંપાદન અને હજારો વૃક્ષોનું નિકંદન. અન્ય ફાસ્ટ ટ્રેનો કરતાં ફકત કલાક વહેલી અમદાવાદથી મુંબઈ પહોંચાડશે અને એ ટ્રેઈનમાં અદાણી-અંબાણી, મંત્રીઓ, શ્રીમંતો જ મુસાફરી કરી શકશે. છગનભાઈ- મગનભાઈનો કોઈ કલાસ નથી. આજે દેશની પ્રજા અતિશય મોંઘવારીથી ત્રાસી ગઈ છે. જીવન જરૂરિયાતની વસ્તુના ભાવો બુલેટની ગતિએ વધી રહ્યા છે. લોકો મોરારજી દેસાઈ, લાલબહાદુર શાસ્ત્રીને યાદ કરી રહ્યા છે.
અમરોલી – શંકર શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top