Vadodara

ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરા મોબાઇલ ફોનની લતે ચઢી જતાં માતાપિતાએ અભયમની મદદ લીધી..

અભ્યાસની જગ્યાએ સગીરા ફોનપર ચોરીછૂપેથી વાતો કરતી, માતાપિતાની વાત પણ માનતી ન હતી

અભયમ ટીમે સગીરાને સમજાવતાં મામલો થાળે પડ્યો

ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરા અભ્યાસ બાજુએ રાખી સતત ફોનમાં વ્યસ્ત રહેતી હોય માતાપિતાએ 181 અભયમની મદદ લીધી હતી.અભયમની સમજાવટથી દીકરી માની જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો.

પાદરા તાલુકાના નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાથી 181મહીલાહેલ્પ લાઈન પર કોલ આવેલ કે, મારી દીકરી મોબાઇલની લતે ચડી છે. અને ચોરી ચુપકે છે ફોનમાં વાતો કરે છે અને અમારા કહેવામાં નથી. તેમ જ કંઈ કહેવા જતાં કોઈ જ વાત માનતી નથી અને દસમા ધોરણમાં અભ્યાસ કરે છે તેથી સમજાવા માટે તમારી મદદ જોઈએ છે.
આથી અભયમની ટીમે આ કિશોરીને વ્યક્તિગત કાઉન્સિલીંગ કરીને સમજાવી હતી કે, તેના માતા-પિતા તરીકે તમને સમજાવે કે સલાહ સુચન આપે કે ધોલધાપટ કરે તો એમાં ખોટું ના લગાડવાનું હોય. આટલો મા બાપનો હક હોય કે તમને બે શબ્દ કહી અને સમજાવી શકે. અને હાલ તમારી ભણવાની ઉંમર પણ છે તો હાલ તમારે અભ્યાસમાં ધ્યાન આપવુ જરૂરી છે તો આ બધા સંબંધોથી દૂર રહેવું જોઈએ અને જે પણ પ્રેમ સંબંધ હોય એને પણ હવે પછી મૂકી દેવા જોઈએ. અને અભ્યાસમાં ધ્યાન આપીશ તો સારું ભવિષ્ય બનશે.
“આ રીતે કાયદાકીય રીતે આ 16વર્ષની કિશોરીને સમજાવેલ અને તેણે તેની ભૂલ સ્વીકારી તેના માતા પિતા પાસે માફી માંગી હતી સાથે જ હવે પછી આ રીતે ભુલ નહીં થાય. તે રીતે લખાણ આપેલ અને બંને પક્ષ સમાધાન કરવા માગતા સુખદ સમાધાન કરાવ્યું હતું.

Most Popular

To Top