Chhotaudepur

નસવાડી: પોચબા બાલિકા વિદ્યાલયમાં પાઈપનું લેવલ ના જળવાતા પાણી ભરાયાં

વિધાર્થિનીઓના સ્વાસ્થ્યનું જોખમ, નજીકમાં પાણી પુરવઠા વિભાગનો પાણીનો સંપ પણ આવેલો છે, તેમાં પાણી ભરાવાનો ભય

નસવાડી તાલુકાના પોચબા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પાસે નવા બિલ્ડીંગ બનાવવામાં આવ્યું, જયારે બિલ્ડીંગમાં પ્રવેશવાના માર્ગ ઉપર રોડ બનાવવામાં આવ્યો ત્યારે તેના ઉપર પાઇપનાળુ બનાવામાં આવ્યું હતું. પરંતુ પાઇપનાળાની કામગીરીમાં પાઇપ નાખવામાં લેવલ ના જળવાતા હોસ્ટેલના બિલ્ડીંગ પાસે પાણી ઘેરાઈ રહેતા વિધાર્થિનીઓના સ્વાસ્થ્યનું જોખમ ઉભુ થયું છે. નજીકમાં પાણી પુરવઠા વિભાગનો પાણીનો સંપ પણ આવેલો છે તેમાં પાણી ભરવાનો ભય છે.

નસવાડી તાલુકાના પોંચબા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને હોસ્ટેલ બિલ્ડીંગ કરોડો રૂપિયાના ખર્ચ બનાવવામાં આવ્યું હતું. જેમાં હોસ્ટેલ બિલ્ડીંગના પ્રવેશવાના માર્ગ ઉપર નાનું કોતર હોવાથી બિલ્ડીંગ બનાવતી વખતે પાઇપનાળુ બનાવવામાં આવ્યું હતું. આ પાઇપ નાળું બનાવતી વખતે કોતરના પાણીના નિકાલ માટે પાઇપો નાખવામાં આવી હતી..તેનું લેવલ મેન્ટેન ના કરતા પાઇપ ઉંચી નીચી રહી જતા હોસ્ટેલ બિલ્ડીંગના ગેટ પાસે કોતરમાં પાણી ભરાઈ જાય છે. હોસ્ટેલ બિલ્ડીંગમાં વિધાર્થિનીઓ હાથ ધોવા માટે તેમજ ભોજન લીધા બાદ ભોજનની થાળી ધોવા માટે પાણીનો ઉપયોગ કરે છે તે પાણી કોતરના ખાડામાં ભરાય છે . જયારે આ કોતરમાં ભરાયેલા પાણીનો નિકાલ ના થતા પાણી ઘેરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધતા હોસ્ટેલમાં રહેતી વિધાર્થિનીઓના સ્વાસ્થ્યનું જોખમ ઉભું થયું છે. જયારે પોંચબા પાણી પુરવઠા યોજનો સંપ પણ આ કોતરની નજીકમા આવેલો છે અને દિવસે દિવસે પાણી વધુ ભરાતા પાણીના સંપમાં કોતરનું પાણી મિશ્રણ થવાનો ભય છે . જો સંપમાં આ પાણી મિશ્રણ થશે તો આખા ગામમાં બીમારી વકરી શકે છે. જેને લઇ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પોચબા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપી પાણીનો નિકાલ કરાવે તે જરૂરી બન્યું છે . જયારે આ બિલ્ડીંગ બનાવવાર કોન્ટાક્ટર પાઇપનાળુ આડેધડ બનાવી લાખો રૂપિયાના બીલો લઇ રફુચર થઇ જતા હાલ તો વિધાર્થિનીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. ગરીબ પરિવારની દીકરીઓ ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓનો શિકાર થશે તો ગરીબ પરિવારો સારવાર માટે ક્યાંથી નાણાં લાવશે તે એક પ્રશ્નો છે. હાલ તો અધિકારીઓ રોગચારો વકરવાની રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે .

Most Popular

To Top