Editorial

હસન નસરલ્લાહની હત્યા ઈરાન માટે એટલો જ મોટો ફટકો છે જેટલો હિઝબુલ્લાહ માટે છે

ઈરાને નસરલ્લાહનાં મૃત્યુ પર પાંચ દિવસનો શોક જાહેર કર્યો છે. જો હુમલો થાય તો બચાવી શકાય તે માટે ઈરાને તેમના નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈને પણ છુપાવી દીધા છે. જુલાઈમાં તેહરાનના એક ગેસ્ટ હાઉસમાં હમાસના રાજકીય નેતા ઇસ્માઈલ હનિયાની અપમાનજનક હત્યા પછી ઈરાને હજુ સુધી કોઈ વળતો જવાબ નથી આપ્યો.હવે નસરલ્લાહની હત્યા બાદ ઈરાનના શાસનમાં હાજર કટ્ટરપંથીઓ વળતા પ્રહાર માટે વિચારી રહ્યા હશે. ઈરાન પાસે મધ્ય-પૂર્વમાં તેના સાથી દેશોનું ભારે સશસ્ત્ર લડવૈયાઓનું એક આખું સંગઠન છે, જેને ‘પ્રતિકારની ધરી – ઍક્સિસ ઑફ રેસિસ્ટેન્સ’ કહેવામાં આવે છે. હિઝબુલ્લાહ ઉપરાંત યમનમાં હૂતિ તેમજ સીરિયા અને ઇરાકમાં અન્ય ઘણાં સંગઠનો છે. ઈરાન તેમને ઇઝરાયલ અને અમેરિકન ઠેકાણાઓ પર હુમલા વધારવા માટે કહી શકે છે.

પરંતુ ઈરાન જવાબ આપવા માટે જે પણ રસ્તો પસંદ કરશે તેનાથી એવા યુદ્ધને પલીતો ચપાશે જે જીતવાની તે આશા ન રાખી શકે. ઇઝરાયેલ સ્પષ્ટપણે હવે તેના નજીકના સાથી અમેરિકા સહિત 12 દેશોના પ્રસ્તાવિત 21-દિવસીય યુદ્ધવિરામ માટે તેના લશ્કરી અભિયાનને રોકવાનો કોઈ ઇરાદો ધરાવતો નથી. ઇઝરાયેલી સેનાનું માનવું છે કે હવે હિઝબુલ્લાહ તેની પાછળ પડી ગયું છે. તેથી મિસાઇલનો ખતરો દૂર ન થાય ત્યાં સુધી તે હુમલો ચાલુ રાખી શકે છે.

હિઝબુલ્લાહનું આત્મસમર્પણ પણ હાલ તો શક્ય જણાતું નથી. ઇઝરાયેલ જમીન પર સૈનિકો મોકલ્યા વિના હિઝબુલ્લાહના હુમલાના ખતરાને કેવી રીતે ખાળશે? આ ઘર્ષણ પાછળ ઇઝરાયલનો આ હેતુ છે.ઇઝરાયેલનાં સંરક્ષણદળોએ આ હેતુથી જ સરહદ નજીક તેમના સૈનિકોની તાલીમનાં વીડિયો ફૂટેજ રજૂ કર્યાં છે. પરંતુ હિઝબુલ્લાએ પણ છેલ્લું યુદ્ધ સમાપ્ત થયા પછી વિતેલાં 18 વર્ષ યુદ્ધની તાલીમ પાછળ વિતાવ્યાં છે. આનો અર્થ એ થયો કે જમીન પર યુદ્ધ લડવું ઇઝરાયલ માટે સરળ લાગતું નથી.

મૃત્યુ પહેલાના તેમના છેલ્લા જાહેર ભાષણમાં હસન નસરલ્લાહે તેમના સમર્થકોને કહ્યું હતું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનો હુમલો એક ઐતિહાસિક અવસર હશે. આનો અર્થ એ છે કે જો ઇઝરાયલી સુરક્ષા દળો માટે લેબનોનમાં પ્રવેશવું ભલે સરળ હોય, પણ ગાઝાની જેમ ત્યાંથી નીકળવામાં મહિનાઓ લાગી શકે છે. ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલિ ખામોનીએ શનિવાર વિશ્વભરના મુસ્લિમોને લેબેનોનના લોકો અને વિશેષત: લેબેનોનના પાટનગર બેરૂતની રક્ષા માટે એક થવા આદેશ આપ્યો હતો તે સર્વવિદિત છે કે બૈરૂત ઉપર ઈઝરાયલે કરેલી પ્રચંડ બોંબ વર્ષાને લીધે હીઝબુલ્લાહના નેતા હસન નસરૂલ્લાહનું તેમના પુત્રી અને હીઝબુલ્લાહના એક કમાન્ડર સાથે મૃત્યુ થયું હતું. શુક્રવારે બનેલી આ ઘટનાથી ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખોમેની ખરેખરા ભભૂક્યા હતા. તેઓએ કહ્યું કે, તે દુષ્ટ અને ક્રૂર રાજ્યનો (ઈઝરાયલનો) નાશ કરવા માટે તમામ મુસ્લિમોએ હાથમાં જે કોઈ શસ્ત્ર આવે તે લઇને તેની ઉપર તૂટી પડવું જોઈએ.

ઝીનોઈસ્ટને ખબર પાડી દેવી જોઈએ કે લેબેનોન સ્થિત હીઝબુલ્લાહને આઘાત કરવા માટે તે ઘણું નિર્બળ છે. સામ હીઝબુલ્લા અત્યંત બળવાન છે. એક વર્ષ જેટલા સમયથી ગાઝામાં ચાલી રહેલી આ ક્રિમિનલ વોરથી તે એટલું પણ સમજતું નથી કે ત્યાં મહિલાઓ, બાળકો અને સામાન્ય નાગરિકોની કત્લ-એ-આમ કરવાથી તે સંઘર્ષનું મજબૂત માળખું તોડી નહીં શકે કે તેને નમાવી પણ નહીં શકે. આ ઉપરાંત આ ધાર્મિક નેતા તે વિસ્તારમાં સંઘર્ષ ચાલી રહેલા તમામ જૂથોને હીઝબુલ્લાહને સાથ આપવા આદેશ આપ્યો હતો. હસન નસરૂલ્લાહની હત્યા પછી ખામેનીને ઘણા સુરક્ષિત સાથે લઈ જવાયા છે. તે સ્થળની માહિતી ગુપ્ત રખાઈ છે.

Most Popular

To Top