Charchapatra

ગાંધીના ગુજરાતમાં અને દેશમાં આવી સાદગી?

દેશને ગુલામીની જંજીરોમાં થી આઝાદી અપાવવાનું કામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ તથા અન્ય ઓએ કર્યું તેને યાદ કરીને દેશમાં દર વર્ષની ૨જી ઓકટોબરે ગાંધી જયંતિ ની ઉજવણી સરકારી રાહે કરવામાં આવે છે.સપ્તાહ દરમ્યાન “અસ્પૃશ્યતા અને નશાબંધી પખવાડિયા”તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવે છે.  ગાંધી જયંતિ નિમિત્તે અસ્પૃશ્યતા અને નશાબંધી તરીકે ઉજવવાનું જે તે સમયે એટલા માટે નકકી કરવામાં આવેલ હશે કે આઝાદી મળ્યાં તે પેહલા અને આઝાદી પ્રાપ્ત થયા પછી પણ અસ્પૃશ્યતા બેકરાર છે જયારે નશાબંધી ની બદી થી આ વર્ગ મુક્ત થાય અને યોગ્ય શિક્ષણ મેળવીને અન્યની હરોળમાં આવી જીવન પસાર કરી શકે .આ દિવસો એ ખાસ કરીને વંચિત વસાહતમાં કાર્યક્રમ યોજી બધા વર્ગ ના લોકો સાથે સમૂહ ભોજન લઇ શકે તેવું આયોજન કરવામાં આવે છે. પણ આ બધું કાર્યક્રમ પુરતું જ મર્યાદિત બની રહે છે.ફરી પાછા untouchability તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં પ્રમાણ ઘટયું પરંતુ શેહરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માનસિકતા યથાવત છે.

આપણે જાણીએ કે રાતોરાત કંઈ પરિવર્તન ન આવે .વર્ષોથી જડ કરી ગયેલી પ્રથા જ્યા સુધી મહિલાઓમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી દૂર થવી મુશ્કેલ છે. રાજકિય રીતે તો બધું થાય પણ વંચિતો અત્યાચાર નો ભોગ બને ત્યારે સત્તા ધારી વંચિત વર્ગના અવાજ ઉઠાવવા તૈયાર થતા નથી નિયમોનુસાર સમાજ કલ્યાણ મંત્રી સંબંધિતોને સૂચના આપી દે કેમકે તેઓએ પક્ષના “mandate “મુજબ કામગીરી કરવાની હોઈ છે. મુળ વાત પર આવીએ તો ગાંધી જયંતિ ઉજવીએ ખરા પણ ગાંધીજી જેવી સાદગી દરેક બાબતમાં અપનાવીએ છીએ ખરા…? દેશને માથે કેટલુ દેવું છે. જૉ કે હાલના ડિજીટલ યુગમાં ગાંધીજીઃ જેવી સાદગી અપનાવવાનું મુનાસીબ લાગતુ નથી.

ત્યારે જમાનો બરદગાડા નો હતો, હાલના સમયમાં તો એક બે દિવસમાં તો દેશના એક ખૂણા માથી બીજા ખુણામાં ખૂબ ઓછા સમયમાં પહોંચી સકાય તેમજ સંદેશા વ્યવહાર એ પણ એટલી પ્રગતિ કરી કે આંગળીના ટેરવે બેઠા બેઠા દેશ વિદેશમાં સંપર્ક કરી બધું જ કામ કરી સકાય મુળ આ લાભ છેવાડાના માનવી ને પણ પ્રાપ્ત થવો જોઈએ નહી તો “સાંકળની કડીમાંથી એક કડી નકામી થઈ જાય તો સાંકળ કામ નથી લાગતી “તેમ દરેક વર્ગના લોકો નો જેઓ સખત પરિશ્રમ કરે છે તેઓને પણ સમાંતર તક પ્રાપ્ત થવી જોઈએ. ઍવુ ન બને કે ધનિક, ધનિક જ બને . આઝાદી ફક્ત અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે જ મેળવી હતી ?હાલ જેમ ચૂંટણીમાં દરેક પક્ષ પોતાનો”mandate “જાહેર કરે છે તેમ તે સમયે આવો “mandate “બહાર પાડ્યો હોત તો? અત્યારે જે પ્રશ્નો યથાવત છે તેમાં થોડો તો ઘટાડો જૉવા મળતે. ચાલો સાદગી ન અપનાવીએ પરંતું ઉજવણી તો ચાલુ રાખીએ ખરુંને…?
સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top