Charchapatra

અશાંતધારો અને મિલકતનો અધિકાર

સને ૧૯૫૦ની ૨૬મી જાન્યુ. એ આપણે પ્રજાસત્તાક થયા અને પોતે પોતાની જાતને ભારતીય બંધારણ સમર્પિત કર્યું. તે સમયે મિલકતનો અધિકાર અનું.૧૯(૧)(એફ) હેઠળ મૂળભૂત અધિકાર તરીકે આપવામાં આવેલ હતો. ત્યારબાદ, જાહેરહિતમાં જમીનો સંપાદન કરવામાં ઘણાં લીટીગેશન ઊભા થતાં, ત્યારબાદના વર્ષોમાં આ મૂળભૂત અધિકારને ડિલીટ કરી અનું. ૩૦૦(એ) હેઠળ મૂકવામાં આવ્યો. જ્યાં પણ મિલકત ધારણ કરવાનો, ઉપયોગ કરવા અને તબદીલ કરવાના હક્કો ખરા જ. ત્યારબાદ, ગુજરાત રાજ્યે સને ૧૯૯૧માં અશાંતધારો લાગુ કર્યો. જે મૂળે સને ૧૯૮૬નો અસ્થાયી કાયદો હતો. જેને સ્થાયી કરવામાં આવ્યો. જેમાં અશાંત જાહેર મિલકતોની તબદીલી પૂર્વે કલેક્ટર સમક્ષ અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી. આજે ગુજરાત રાજ્યના જે જે શહેરમાં અશાંતધારો લાગુ પાડવામાં આવ્યો છે, તે તમામ વિસ્તારોમાં મિલકતની તબદીલી કરતા નવ નેજે પાણી આવે છે. આમ, એક રીતે અશાંતધારો અનુ.૩૦૦(એ)ના અધિકારને નબળો કરે છે. જ્યાં, પ્રક્રિયા જટિલ અને ભ્રષ્ટ છે. બીજી તરફ ના. ગુજરાત હાઇકોર્ટ ખાતે અશાંતધારાની બંધારણીયતા સને ૨૦૨૧થી ચકાસવામાં આવી રહી છે. જે હજુ સમય માંગે છે. જ્યાં સુધી કોર્ટ કશું જાહેર ન કારે ત્યાં સુધી આપણે આજ પ્રક્રિયા હેઠળ ચાલવું રહ્યું. આને કહેવાય કરમની કઠણાઈ ! અસ્તુ.
સુરત     – રાજકુમાર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શું આ ખાવાનુ બંધ ન થઈ શકે
આ વાક્ય તો ખૂબ જાણીતું છે.  દરરોજ અખબારમાં બે ચાર ભ્રષ્ટાચારના સમાચાર તો આવે જ છે. જે બાતમી અથવા અન્ય રીતે પકડાયેલ હોય તેવા સમાચાર હોય છે. પરંતુ આના કરતાં અનેક કેસો હશે જે પકડાયા નથી. એટલે ‘ખાતો નથી’’ સુધી બરાબર પણ પછી ‘ખાવા દેતો નથી’ તે યોગ્ય લાગતું નથી. લાંચ રૂશ્વત. ભ્રષ્ટાચાર તો એટલી હદે ચાલે છે તે આપણે જાણીએ છીએ પણ શું મોટા અધિકારીઓ કે પ્રજાનું પ્રતિનિધિત્વ કરતાં પ્રધાનો ન જાણતા હોય? શું આ ખાવાનું બંધ ન જ થઈ શકે?
સુરત     – મગનભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top