Chhotaudepur

નસવાડી તાલુકાના પોચંબા પાસે ખાનગી લક્ઝરી બસ ઝાડમાં ભટકાતાં પાંચને ઈજા




નસવાડી તાલુકામાંથી મજૂરી કામે જતા મજૂરો પરત પોતાના ઘરે આવવા માટે સૌરાષ્ટ્રથી એક ખાનગી લક્ઝરી બસમાં આવી રહ્યા હતા. જયારે નસવાડી તાલુકાના પોચમ્બા ગામ પાસે વળાંક ઉપર લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ એક ઝાડ માં જઈને ભટકાઈ હતી. લક્ઝરી બસ lમાં પાંચ જેટલા પેસેન્જર અલગ અલગ ગામના હતા. તેઓને નાની મોટી ઇજા થઇ હતી. જયારે ઘટના સ્થળે ભેગા થયેલા લોકોના જણાવ્યા મુજબ પોચમ્બાથી વાઠડા ગામ વચ્ચે રસ્તો વળાંક વાળો છે અને પાલસર ચોકડી થી કાંધા સુધીનો 20 કિલોમીટર નો રસ્તો ત્રણ મીટરની પહોળાઈ માં બનેલો હોવાથી વળાંક ઉપર વારંવાર અકસ્માતો થાય છે .જયારે રસ્તા ની બાજુમાં માટી પુરાણ પણ ચોમાસામાં ધોવાઈ ગયું છે. બે વાહન રોડ ઉપર ભેગા થાય તો ડ્રાઈવર સ્ટેરીંગ ઉપર નો કાબુ ગુમાવી દે છે. આખા રસ્તામાં ઠેર ઠેર જગ્યા એ વૃક્ષો નમી ગયેલા છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓને વારંવાર વૃક્ષો કાપવા માટે રજૂઆત કરવા છતાંય વૃક્ષો કાપવામાં આવતા નથી. સ્થાનિક લોકો આ અકસ્માત થતા ભેગા થઇ ગયા હતા અને લક્ઝરીમાં બેસેલા લોકો અકસ્માત થતા ગભરાઈ જતા સ્થાનિક લોકો એ તેઓને મદદ કરી હતી અને તેઓના વતન પહોંચાડ્યા હતા

Most Popular

To Top