બાળકી નીચે વાસણ ઘસી રહી હતી ..
સ્થાનિક લોકોની તંત્રને અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા જીવને જોખમ..
જાંબુઆ વુડાના મકાનમાં વહેલી સવારે બ્લોક નંબર 28 માં એક મકાનનો સ્લેબ ધરાશયી થતાં નીચે વાસણ ઘસી રહેલી એક બાળકીને પગના ભાગે ગંભીરતા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
જાંબુવા વુડાના મકાનો જર્જરિત બન્યા છે. જેના મામલે અગાઉ પણ ઘણી વખત વિરોધ કરવામાં આવ્યો હતો. એક વૃદ્ધાનું પણ સ્લેબ પડવાથી ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બીજાને મોત થયું હતું. તેવામાં રવિવારે સવારે જાંબુવા વુડાના મકાનમાં આવેલા બ્લોક નંબર 28 માં એક મકાનનો સ્લેબ ધરાશાયી થતા છતનો પોપડો નીચે વાસણ ઘસી રહેલી એક બાળકી ઉપર પડતા તેના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોરદાર અવાજ થતા તાત્કાલિક લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 બોલાવી બાળકીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા સલમા બેને જણાવ્યું હતું કે, હાલ વરસાદી માહોલ છે. અહીંયા આ મકાનો ખખડધજ થઈ ગયા છે. અમે અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. પણ કોઈ જોવા નથી આવતું. આજે લોકોના જીવ જોખમમાં મુકાયા છે.