વાઘોડિયાના માડોધર ગામે આવેલ એક ખેડૂતના ખેતરમાં કૂવામાં અજગર દેખાતા ખેડૂત કનુભાઈ પરમાર ભયભીત બન્યા હતા અજગર અંગેની જાણ વાઘોડિયા આરએફઓ ચંદ્રિકાબેન ચૌધરીને કરાતા તેઓએ વડોદરા વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના હેમંત વઢવાના અને તેમની ટીમના સભ્યોને કરાતા અજગરનું રેસ્ક્યુ કરવા માટે ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં તેઓએ દોઢેક કલાકની જહેમત બાદ ૧૫ ફૂટ ઊંડા કૂવામાં રહેલા સાડાપાંચ ફુટ લાંબા અજગરનું વન વિભાગ સાથે રાખીને રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ વન વિભાગ એ અજગર સુરક્ષિત કુદરતી વાતાવરણમા મુક્ત કર્યો હતો.
વડોદરા :માડોધર ગામે ખેતરના કૂવામાંથી સાડા પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યુ…
By
Posted on