Panchmahal

આર્ટસ કોમર્સ કોલેજ કાંકણપુરમાં ઇનોવેશન ક્લબની વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ



ગોધરા: ગુજરાત રાજ્યના આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં અભ્યાસ કરતા નોન-ટેકનિકલ વિધાર્થીઓ પણ ઇનોવેશન કરી શકે તેવા ઉમદા હેતુથી ઇનોવેશન ક્લબ સમગ્ર ગુજરાત રાજયની સરકારી, બિન-સરકારી અનુદાનિત કોલેજો અને ગ્રામ વિધાપીઠોમા ઇનોવેશન કલબનું ગઠન કરવામાં આવે છે ત્યારે ઇનોવેશન ક્લબ એ નોન-ટેક્નિકલ વિદ્યાર્થીઓને તેમના વિચારો પર કામ કરવા અને તેમને સ્ટાર્ટઅપ્સમાં રૂપાંતરિત કરવા પ્રેરણા આપવા અને પ્રેરિત કરવા શ્રી જે .એલ .કે .કોટેચા આર્ટસ અને એસ.એચ ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુરમાં ચાર દિવસની ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા ઇનોવેશનની કલબની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

આ ટ્રેનિંગમાં બેઝિક ઇલેક્ટ્રોનિક કીટ ,એડવાન્સ ઇલેક્ટ્રોનિક કીટ, ટેલિસ્કોપ કીટ, એડવાન્સ સાયન્સ કીટ ,વી.આર. ગ્લોબલ કીટ .એનર્જી કન્ઝર્વેશન કીટ, મિકેનિકલ કીટ ,ડ્રોન કીટ ,અર્થ સાઇન્સ કીટ ,મેકેટ્રોનિક કીટ જેવી કીટોનું ચાર દિવસ દરમિયાન.16 કલાક સુધી વિદ્યાર્થીઓને ખુબ જ સરળ રીતે ટ્રેનિંગ આપવામાં આવી . મુંબઈથી નિખિલે વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર રીતે ટ્રેનિંગ આપી હતી. સમગ્ર ઇનોવેશન ક્લબનું સંચાલન ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર ડૉ.મહેશભાઈ રાઠવાએ કર્યું હતું. તેમજ સહ સંચાલનમાં ડૉ.નીતિનભાઈ ધમસાણીયાએ કર્યું હતું. આ ટ્રેનિંગમાં આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
તેમજ આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીના પ્રાધ્યાપકો પણ હાજર રહ્યા હતા.. ઇનોવેશન ક્લબના સફળ પ્રોગ્રામ બદલ કોલેજના આચાર્ય ડૉ. જગદીશભાઈ પટેલ તેમજ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈએ શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top