Vadodara

વાવાઝોડાને પગલે શહેરમાં 156જેટલા વૃક્ષો ધરાશાઇ

શહેરમાં બુધવારે સમી સાંજે તીવ્ર પવન સાથે 110-120 કિલોમીટર ની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં મળીને 156 જેટલા નાના મોટા વૃક્ષો ધરાશાઇ થયા હતા.જેમાં શહેરના પૂર્વ વિસ્તાર પાણીગેટ, વાઘોડિયારોડ, ગાજરાવાડી, કોઠી, તરસાલી, આજવારોડ સંગમ રોડ, કિશનવાડી જેવા વિસ્તારોમાં વધુ વૃક્ષો ધરાશાઇ થયા હતા જ્યારે અન્ય વિસ્તારોમાં પણ નાના મોટા વૃક્ષો ધરાશાઇ થયા હતા.

શહેરમાં બે લોકો વૃક્ષો નીચે દબાતા ઇજાગ્રસ્ત

શહેરમાં બુધવારે આવેલા વાવાઝોડા દરમિયાન પવનની તીવ્રતાને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાઇ થયા હતા.શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિર નજીક ઝાડ પડતા એક કિરણસિંહ નામનો યુવક પોતાની બાઇક નં. જી.જે. 17-બી.ઓ. 7783 નંબરની બાઇક સાથે દબાયો હતો જેઓને નજીવી ઇજાઓ પહોંચી હતીજેને લોકોએ તથા ફાયરબ્રિગેડના જવાનોએ હેમખેમ બચાવી એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો જે હાલ સારવાર હેઠળ છે
જ્યારે બીજા એક બનાવમાં શહેરના પરિવાર ચારરસ્તા નજીક આવેલ વૃક્ષ નીચે જયેશભાઇ મનુભાઇ જીરાલ નામનો વ્યક્તિ દબાતા થોડી ઘણી ઇજાઓ થઇ હતી તેઓને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે.

Most Popular

To Top