Vadodara

વાવાઝોડાની સંભાવનાને પગલે વડોદરા પાલિકાની એડવાઈઝરી

વડોદરા શહેરમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદથી ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં પણ 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય તેવી પરિસ્થિતિ છે, જેના કારણે વડોદરા મહાનગર પાલિકાએ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે વીજપોલ થી દૂર રહેવું, કામ ન હોય તો બહાર ન નીકળવું, જર્જરીત મકાનમાંથી સ્થળાંતર કરવું, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી ત્યાંથી પણ સ્થળાંતર કરવું . ગત રાત્રીએ વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. અંધારપટ છવાયો હતો. વૃક્ષો ધરાશયી થયા હતા. જેના કારણે વડોદરાના નાગરિકો અટવાયા હતા. ગતરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. 200 થી વધારે વૃક્ષો ધરાશયી થયા હતા. અનેક લોકો અટવાઈ ગયા હતા. આવનારા બે ત્રણ દિવસની આગાહી પણ છે. 40 થી 50 કિલોમીટરના ઝડપે પવન ફુકાશે અને વરસાદ પડશે. જેના કારણે મહાનગરપાલિકાએ એડવાઈઝરી વડોદરાની પ્રજા માટે જાહેર કરી છે.

Most Popular

To Top