Gujarat

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ, વલસાડ અને દમણ માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ

રાજ્યમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે જ્યારે સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • 29મી સુધી વલસાડ – દમણમાં વરસાદનું રેડ એલર્ટ
  • સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાત પરથી સરકીને પસાર થઈ રહેલી સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આગામી તા.29મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ લાવશે, જયારે આવતીકાલે તા.27મી સપ્ટેમ્બરના રોજ વલસાડ અને દમણ માટે માં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરાયુ છે. આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જયારે આગામી તા.28મીમી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ગઈ રાત્રે ગાંધીનગરમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. તેવી જ રીતે આજે બપોરે ત્રણ વાગ્યે ગાંધીનગરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. સાંજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 135 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના ઘોઘામાં 4 ઈંચ વરસાદ થયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં સાંજે છ વાગ્યા સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ થયો છે. ઘોઘા તાલુકામાં 4 ઇંચ, ભાવનગરમાં 3.15 ઇંચ, કોડિનારમાં 2.52 ઇંચ, શિહોરમાં 2.48 ઇંચ, ભાવનગરના મહુવામાં 1.93 ઇંચ, પાલિતાણામાં 1.93 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 1.73 ઇંચ, ગીર ગઢડામાં 1.73 ઇંચ, મહેસાણામાં 1.65 ઇંચ, જુનાગઢના માળિયા હાટિનામાં 1.57 ઇંચ, તળાજામાં 1.54 ઇંચ, અરવલ્લીના ભીલોડામાં 1.54 ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં 1.46 ઇંચ, જુનાગઢના ભેસાણમાં 1.30 ઈંચ અને મેંદરડામાં 1.10 ઈંચ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં સરેરાશ 181 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં અમરેલીના લીલીયામાં 3.32 ઈંચ વરસાદ થયો હતો.

Most Popular

To Top